આજકાલ બેલી ફેટ એટલે કે પેટ પરની ચરબી વધવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો પેટની ચરબીની સમસ્યાથી પરેશાન છે. જંક ફૂડ અને તળેલા ખોરાકને કારણે પેટ પર ચરબી વધવાની સમસ્યા થાય છે. પેટની ચરબી ઘટાડવા માટે આહારમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.


આ સિવાય કસરત કરીને અને આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરીને પણ પેટની ચરબી ઘટાડી શકાય છે. અહીં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારે ફક્ત એક મહિના સુધી આમાંથી એક પીણું નિયમિતપણે અનુસરવાનું છે. આ સિવાય તમે અલગ અલગ રીતે પણ તેનું સેવન કરી શકો છો.


અજમાનું પાણી 


અજમાની અંદર વિટામિન્સ અને મિનરલ્સ સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, દરરોજ સવારે અને સાંજે અજમાનુ પાણી પીવું તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે બે કપ પાણીમાં એક ચમચી અજમા નાખીને ઉકાળો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય હવે આ પાણીને એક મહિના સુધી સવારે ખાલી પેટ પીવો. તમે જોશો કે તમારા પેટની ચરબી ધીમે ધીમે ઓછી થઈ રહી છે.


મેથીના દાણાનું પાણી


ફાઈબરથી ભરપૂર મેથીના દાણા તમને પેટની ચરબી ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. મેથીના દાણા તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટે આ પાણી પીવો. તમે દરરોજ આ પાણીનું સેવન કરી શકો છો.


લીંબુ પાણીનું સેવન


લીંબુના રસનું સેવન ચરબી અને બહાર નીકળેલા પેટને ઘટાડવા માટે પણ સારું છે. લીંબુનો રસ ચયાપચયને સુધારે છે જેના કારણે શરીરમાં ચરબી ઓગળે છે અને પેટની ચરબી પર ઝડપથી અસર થાય છે. રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને અડધી ચમચી મધ નાખીને તેનું સેવન કરો.આમ કરવાથી તમારા શરીરમાં થોડા સમયમાં જ તેની અસર જોવા મળશે.