ઉનાળા દરમિયાન આપણા દેશના ઘણા શહેરોમાં તાપમાન એટલું વધી જાય છે કે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ દિવસોમાં બપોરના સમયે બહાર ખૂબ જ જોરદાર ગરમ પવન ફૂંકાય છે, આ ગરમ પવનોને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો લૂનો માર સહન કરી જાય છે  પરંતુ મોટાભાગના લોકો આ પવનોને સહન કરવામાં અસમર્થ હોય છે અને તેમના સંપર્કમાં આવતાની સાથે જ બીમાર પડી જાય છે.


લૂ લાગવાના કારણો


જ્યારે આ ગરમ હવા તમારા શરીરના સંપર્કમાં આવે છે, ત્યારે તે શરીરનું તાપમાન વધારી દે છે અને તેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. લાંબા સમય સુધી તડકામાં કામ કરવું અને શરીરમાં પાણીની ઉણપ હીટસ્ટ્રોકના મુખ્ય કારણો છે. બાળકો અને વૃદ્ધોને સનસ્ટ્રોક થવાની સંભાવના વધુ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકોને વહેલા ખ્યાલ પણ નથી આવતો કે તેમને હીટ સ્ટ્રોક થયો છે. જોકે, હીટસ્ટ્રોકના લક્ષણો જોઈને તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે. તેથી જ દરેક વ્યક્તિએ હીટસ્ટ્રોકના લક્ષણો વિશે સંપૂર્ણ રીતે જાગૃત રહેવું જોઈએ.


લૂ લાગવાના લક્ષણો


તીવ્ર માથાનો દુખાવો, ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હીટસ્ટ્રોકને કારણે થવા લાગે છે. શરૂઆતમાં આ લક્ષણોની તીવ્રતા ઘણી ઓછી હોય છે પરંતુ સમય જતાં તે વધે છે. હીટ સ્ટ્રોકના કારણે અચાનક ખૂબ તાવ આવે છે અને શરીરમાં ગરમી વધી જાય છે. શરીરમાં ગરમીનું પ્રમાણ વધવા છતાં હીટ સ્ટ્રોક વખતે શરીરમાંથી પરસેવો નથી નીકળતો.


હીટ સ્ટ્રોક દરમિયાન ઉલ્ટી અને શરીરમાં તીવ્ર દુખાવો સામાન્ય છે. ઉલ્ટીને કારણે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખોરવાઈ જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા શારીરિક રીતે નબળા લોકો પણ હીટ સ્ટ્રોકને કારણે બેભાન થઈ જાય છે.જો ગરમીમાં લૂ લાગ્યા બાદ શરીરનું ટેમ્પરેચર ઓછુ કરવાના પ્રયાસ ન કરાઇ તો હિટ સ્ટ્રોક મોતનું કારણ પણ બની શકે છે


હિટસ્ટ્રોકના ઘરેલુ ઉપાય



  • ઘર પર કેરીના પન્ના બનાવીને પીવો,લૂ બચવો આ ખૂબ જ અસરકાર ઉપાય છે,

  • ફુદીના અને કોથમીર બંને તાસીરે ઠંડા છે, બંનનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે

  • દર્દીના પગના તળિયા પર દુધી ઘસવાથી પણ દર્દીના હિટ સ્ટ્રોકથી રાહત મળે છે

  • ખડી સાકર અને વરિયાળીમાં પાણી મિક્સ કરીને પીવાથી પણ હિટ સ્ટ્રોકથી રાહત મળે છે.