Health Tips: ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાથી બચી શકાય છે.


Get Energetic:  ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે . ઉર્જાનાં અભાવના કારણે,  આપ જલ્દી થાકી જાવ છો અને બહુ જલ્દી બીમારીનો ભોગ બનો છો. આવી સ્થિતિમાં દિવસની શરૂઆતમાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો આપ એનેર્જેટિક રહેવાથી સાથે હંમેશા એક્ટિવ રહી શકશો.


ચા-કોફી પીવા કરવ


દિવસની શરૂઆત ચા-કોફીથી ન કરવું જોઇએ, તેના બદલે સવારે આપ નવશેકું પાણી પીને તેની શરૂઆત કરી શકો છો. તેનાથી  બ્લડ સર્ક્યુલેશન વધે છે. દિવસની શરૂઆત 15થી20 મિનિટ વર્કઆઉટથી કરો.


મોર્નિંગ વોક કરવાના ફાયદા


જો આપ  અઠવાડિયામાં 5 દિવસ પણ મોર્નિંગ વોક કરશો તો તમે અનેક પ્રકારની માનસિક બીમારીઓથી બચી પણ શકશો. આ એટલા માટે છે કારણ કે મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરમાં એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા હેપી હોર્મોન્સનું સ્તર વધે છે. આ સાથે માનસિક તણાવ ઘટે છે.


જે લોકો મોર્નિગ વોક કરે છે, તેને ઊંઘની ક્વોલિટી પણ સુઘરે છે. મોર્નિગ વોક નિયમિત કરવાથી ઊંઘ વારંવાર તૂટતી નથી. જે લોકો મોર્નિંગ વોક કરે છે તેમના હાડકાં અને મસલ્સ પણ મજબૂત બને છે.


તો રાત્રે સૂતા પહેલા આ ફૂડને કરો ટ્રાય, માણી શકશો ગાઢ નિંદ્રા


તમે રાત્રે ડિનરમાં સફેદ ભાત ખાઈ શકો છો. ભાત ખાવાથી પલંગ પર સૂવાના અડધા કલાક પછી જ તમને સારી ઊંઘ આવશે. આ એટલા માટે છે કારણ કે ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા જોવા મળે છે, જેના કારણે સ્લીપિંગ એક્ટિવિટી સક્રિય થઇ જશે. જો કે આપ ડાયટ પર હોવ તો ભાત ખાવાનું ટાળજો.


સાબિત થયું છે કે દરરોજ રાત્રે દૂધનું સેવન ઊંઘની ગુણવત્તા સુધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૂતા પહેલા ગરમ દૂધનું સેવન કરવાથી તણાવ અને ચિંતા ઓછી કરવામાં પણ મદદ મળે છે.


હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ડિનરમાં સીફૂડ ખાવાથી તમારી ઊંઘમાં ફાયદો થાય છે. સૅલ્મોન, મેકરેલ, એન્કોવીઝ જેવી ફેટીફિશ ઓમેગા 3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે જે મૂડ-બુસ્ટિંગ ગુણધર્મો ધરાવે છે. તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. રાત્રિભોજનમાં ફેટી ફિશનો સમાવેશ ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે.


Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.