દરરોજ એક ગ્લાસ નારિયેળ પાણીનો મીઠો સ્વાદ તમને તાજગી અને ઉર્જાથી ભરી દેશે. તે તમારા હાડકાંના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, થાક દૂર કરે છે, ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. પરંતુ આ બધા ફાયદા તમને ત્યારે જ મળશે જો તમે યોગ્ય સમયે નારિયેળ પાણી પીશો. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે આ પાણી સવારે અને સાંજે ક્યારે પીવું જોઈએ.
નારિયેળ પાણી પીવાનો યોગ્ય સમય કયો છે
નાળિયેર પાણી દિવસના કોઈપણ સમયે પી શકાય છે. જો કે, સવારે અથવા વર્કઆઉટ પછી તેને પીવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. દરેક ઉંમરના લોકો તેને પી શકે છે. નારિયેળ પાણી તમે કોઇ પણ સમયે પી શકો છો. કેટલાક લોકો સવારમાં ઉઠતાની સાથે નારિયેળ પાણી પીતા હોય છે તો કેટલાક લોકો એક્સેસાઇઝ કર્યા પછી નારિયેળ પાણી પીતા હોય છે. પરંતુ તમે સાચા સમયે નારિયેળ પાણી પીઓ છો તો હેલ્થને વધારે ફાયદો થાય છે.
કોને નાળિયેર પાણી ન પીવું જોઈએ ?
તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, તેથી જે લોકો કિડનીની સમસ્યાથી પીડિત હોય તેમણે વધુ નાળિયેર પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
નાળિયેર પાણીના ફાયદા શું છે
તેનાથી તમારી પાચન શક્તિ સારી રહે છે. તેનાથી તમારી ત્વચા ગ્લો કરે છે. આ પીવાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહી શકો છો. તેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે. નારિયેળ પાણી તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
નારિયેળ પાણી અપચો અટકાવવામાં મદદ કરે છે, હાર્ટબર્નથી રાહત આપે છે, પેટને શાંત કરે છે અને એકંદર પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
નારિયેળ પાણી પીવાથી ઝડપથી વજન ઓછુ થઇ જાય છે. પ્રેગનન્સીમાં પણ તમે સવારમાં નારિયેળ પાણી પીઓ છો તો ફાયદો થાય છે. આ સાથે ડિહાઇડ્રેશનની સમસ્યામાં દૂર થાય છે. ગરમીમાં સવારે એટલે કે ખાલી પેટે નારિયેળ પાણી પીવાથી હાર્ટ બર્ન અને એસિડિટીની સમસ્યામાંથી પણ રાહત થાય છે.
Health Tips: જો તમારી સૂંઘવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ચેતીજજો...થઈ શકે છે 139 પ્રકારની ગંભીર બીમારી