Skin Care Tips: ઉનાળામાં પણ કેટલાક લોકોને પગમાં ક્રેક થવાની  સમસ્યા  થાય છે. તેનું કારણ શરીરમાં પાણીની ઉણપ પણ હોઇ શકે છે.આજે અને આપને એવા  ઉપાયો દર્શાવી રહ્યાં છીએ, જેના દ્વારા આપ  એડીની સમસ્યાને દૂર કરી શકો છો.


ઉનાળામાં શરીરમાં પાણીની અછત થઈ જાય છે, જેના કારણે કેટલાક લોકોના હાથ-પગ સૂકા થઈ જાય છે. ઉનાળામાં શુષ્કતાને કારણે પગની એડીએ ફાટવાની સમસ્યા પણ ઘણી વધી જાય છે. તમે ગમે તેટલી ક્રીમ કે લોશન લગાવો તો પણ હાથ-પગ તિરાડ અને સૂકા રહે છે. કેટલીકવાર કેમિકલ ઉત્પાદનો અથવા વધુ પડતા સાબુના ઉપયોગને કારણે હાથની ત્વચા શુષ્ક થઈ જાય છે. જો તમે પણ ક્રેકની  સમસ્યાથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપાયોથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.


ફાટેલી એડીને આ રીતે કરો ઠીક


સ્કર્બ કરો


સૌ પ્રથમ એડીઓને સાફ કરવી જરૂરી બની જાય છે. તેને સ્ક્ર્રર્બ કરીને રગડીને સાફ કરી શકાય છે. સ્ક્રર્બ બાદ આપ મોશ્ચરાઇઝર ક્રિમ લાગવો. આ હિલ બામ પણ લાગાવી શકો છો.


પેટ્રોલિયમ જેલી લગાવો


પગને હુંફાળા પાણીમાં 20 મિનિટ સુધી પલાળી રાખો, ત્યારબાદ પ્યુમિસ સ્ટોન વડે પગની ઘૂંટી સાફ કરો. રાત્રે સૂતી વખતે પગની ઘૂંટીઓ પર પેટ્રોલિયમ જેલી લગાવો. તેનાથી પગની તિરાડો ભરાઈ જશે.


એલોવેરા જેલ લાગવો


એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે  પગની ક્રેકને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. રાત્રે સૂતા પહેલા પગને સારી રીતે ધોઈ લો. પછી તેના પર એલોવેરા જેલ લગાવો. આ ક્રેક  ઝડપથી ભરવામાં મદદ કરશે.


 કેળાનો માસ્ક લગાવો


 પાકેલા કેળાનો પણ ઉપયોગ કરી શકાય છે. એક પાકેલા કેળાને મેશ કરો અને તેને ફાટેલી એડી પર લગાવો. હવે તેને 15 મિનિટ માટે આમ જ રહેવા દો. સૂકાયા પછી, પગને હુંફાળા પાણીથી ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવો.


 વિટામિન્સથી ભરપૂર ખોરાક લો


 એડીની ક્રેક  રોકવા માટે ઝિંક, વિટામિન E, વિટામિન C, ઓમેગા-3 અને વિટામિન B3થી ભરપૂર ખોરાક લો. આહારમાં બદામ અને બીજનો ઉપયોગ કરો. આ શરીરમાં શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે અને જરૂરી પોષણ પૂરું પાડે છે.