Beauty Hacks: ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ઘી, શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે આપને ત્વચાને લગતા તેના ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું. રાત્રે પગના તળિયાને ઘીથી મસાજ કરવાથી.આપના ચહેરા પર નિખાર આવી જાય છે. હા, તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે.
વાસ્તવમાં પગની માલિશ અથવા પદભ્યામ આયુર્વેદિક પરંપરામાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પ્રકારનું મસાજ, ખાસ કરીને રાત્રે, ભારતીય દવાની પરંપરાગત પદ્ધતિઓમાંની એક ગણવામાં આવે છે. પગમાં ઘી લગાવવાથી વાયુ શાંત થાય છે, વાયુ શાંત થવાથી પેટનું ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે. આપણા પગના તળિયામાં બધી જ નસોનો છેડો છે એટલે કે અંત છે. આ જ કારણ છે કે તેમને માલિશ કરવાથી જ્ઞાનતંતુઓ મજબૂત બને છે. આટલું જ નહીં, પગના તળિયા પર ઘી લગાવવાના બીજા પણ અન્ય ફાયદા છે. ચાલો શોધીએ.
પગના તળિયા પર ઘી લગાવવાથી ફાયદો થાય છે
સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. પગના તળિયા પર ઘીથી માલિશ કરશે તો તેને સારી ઊંઘ આવશે. જેના કારણે તેના ચહેરા પર પણ ચમક આવી જશે.
નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે
જો તમને અપચો, ઓડકાર અને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ તળિયા પર ઘી લગાવવાથી તમને ફાયદો થશે.
માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘીની માલિશ કરી શકાય છે.સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે,ત્વચાનમાં નિખાર આવે છે. જો આપને ઘી ન ગમે તો જો ઘીના બદલે નારિયેળ તેલ અથવા કોકમ બટરનો પણ ઉપયોગ કરી શકો છો.
પગના તળિયા પર ઘીથી માલિશ કેવી રીતે કરવી
દરરોજ રાત્રે સૂતા પહેલા એક વાટકીમાં ઘી લો અને તેને તમારી હથેળીમાં લો અને તળિયાની માલિશ કરો. પગ ગરમ થવા લાગે ત્યાં સુધી તેને ઘસો. બીજા પગના તળિયા પર પણ આનું પુનરાવર્તન કરો અને પછી સૂઈ જાઓ. ઊંઘ સારી આવવાની સાથે ચહેરા પર પણ નિખાર આવશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.