Spinach or Fenugreek: પાલક કે મેથી બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.પાલક અને મેથી બંનેના અલગ-અલગ ફાયદા છે. જો તમે આમાંથી માત્ર એક જ ખાવા ઈચ્છો છો, તો જાણીએ કયું વધુ સ્વાસ્થ્યપ્રદ છે.
હવામાન બદલાવાની સાથે જ લોકોની જીવનશૈલી અને આહાર શૈલી પણ બદલાય છે. શિયાળાની ખાસ વાત એ છે કે, આ ઋતુમાં ઘણા બધા લીલા પાંદડાવાળા શાકભાજી આવે છે. જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ લીલા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબર મળી આવે છે. આ સિવાય તમે જોયું જ હશે કે આ સિઝનમાં લોકો પાલક અને મેથી ખાવાનું પસંદ કરે છે. પાલક અને મેથી બંનેના અલગ-અલગ ફાયદા છે. પરંતુ જો પાલક અને મેથીમાં ક્ઇ ભાજી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તોજાણીએ શું વધુ ફાયદાકારક
સ્પિનચમાં પોષક તત્વો
જ્યારે પણ કોઈને આયરનની ઉણપ હોય તો તેને પાલક ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. પાલકમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે. એટલું જ નહીં, પાલકમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે જેવા ઘણા ખનિજો અને વિટામિન્સ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બને છે. પાલકમાં રહેલા પોષક તત્વો તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે તે કબજિયાત અને કેન્સર જેવી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.
મેથીમાં પોષક તત્વો
વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મેથીમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. મેથીનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલ પણ ઘટે છે. આ ઉપરાંત મેથી તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. શિયાળાની ઋતુમાં મેથી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
મેથી કે પાલક, કયું ખાવાનું સારું છે
- જે લોકોને લોહી પાતળું થવાની સમસ્યા હોય, તેમણે પાલક ખાવાનું ટાળવું જોઈએ. પાલક લોહીના ગંઠાઈ જવાને દૂર કરવામાં મદદરૂપ છે. એ જ રીતે ડાયાબિટીસના દર્દીઓએ પણ ડૉક્ટરની સલાહ વિના પાલકનો ઉપયોગ ન કરવો જોઈએ.
- જો તમે ઓછી કેલરીવાળા આહાર લેવા માંગતા હો તો પાલકની જગ્યાએ મેથી ખાવી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાલક કરતાં મેથીમાં કાર્બનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે 100 ગ્રામ મેથીમાં 2.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 4 ગ્રામ પ્રોટીન, 100 ગ્રામ પાલકમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 2 ગ્રામ પ્રોટીન હોય છે.
- પાલક કરતાં મેથીમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે અને આ જ કારણ છે કે મેથી ખાવી હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિને માત્ર સૂચન તરીકે લો. કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.