Dry Eye: અત્યારે ઉનાળાની આકરો તાપ પડી રહ્યો છે, દેશભરમાં વૈશાખ મહિનામાં સૂર્ય બરાબર તપી રહ્યો છે, ત્યારે લોકોમાં અનેક પ્રકારની બિમારીઓ લાગુ થઇ રહી છે. ગુજરાતમાં અત્યારે મોટાભાગની હૉસ્પીટલોમાં આંખોના દર્દીઓમાં ધસારો વધ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ ઉપર જવાના કારણે લોકોમાં આંખોમાં ખંળવાળ અને બળતરા જેવી સમસ્યાઓ ઉભી થઇ છે. ઉનાળામાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
ઉનાળાની ઋતુ આવતા જ આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે કેટલાક ઉપાયો કરી શકો છો.
આંખોની સમસ્યાનો ઘરગથ્થુ ઉપચારથી કરો ઉપાય -
જ્યારે પણ તમે તડકામાં બહાર જાવ ત્યારે તમારે ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ, આ તમારી આંખોને હાનિકારક કિરણોથી બચાવશે.
દિવસમાં 2 થી 3 વખત તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી ગંદકી દૂર થશે.
જો તમે સ્ક્રીન પર 5 થી 6 કલાક કામ કરો છો, તો સ્ક્રીનનો સમય ઓછો કરો.
તમારે તમારા આહારમાં વિટામિન A, C અને Eથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, તેનાથી તમારી આંખો સ્વસ્થ રહેશે.
તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, તેનાથી આંખોમાં શુષ્કતા અને બળતરા ઓછી થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ગુજરાતમાં હજુુ પણ આકરી ગરમીથી રાહત નહીં મળે, લેટેસ્ટ આગાહી આવી સામે
હવામાન વિભાગે કાળજાળ ગરમી (Heat)ને લઈને આગાહી કરી છે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ (Orance Alert) અને યલો (Yellow Alert) એલર્ટની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ માટે અનેક વિસ્તારોમાં ગરમી (Heat)નું એલર્ટ અપાયું છે. રાજ્યભરમાં બપોરે બહાર નીકળ્યા તો શેકાવાનું નક્કી છે. દિવસે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ હવમાન વિભાગે આપી છે.
આગામી અઠવાડિયામાં અનેક વિસ્તારોમાં હીટવેવની આશંકા છે. રાજ્યમાં હાલના તાપમાન (Weather)ની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન (Weather), ડીસા, બનાસકાંઠામાં 45 ડિગ્રીથી વધુ તાપમાન (Weather), રાજકોટ, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન (Weather) નોંધાયું છે.
રાજ્યના સાત શહેરોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ (Orance Alert) એલર્ટ અપાયું છે. તો કચ્છ,રાજકોટ,પોરબંદર,ભાવનગરમાં ઓરેન્જ (Orance Alert) એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર,અમરેલીમાં ગરમી (Heat)નું યલો (Yellow Alert) એલર્ટ અપાયું છે. તાપમાન (Weather)નો પારો એકથી બે ડિગ્રી વધી શકે છે. અમદાવાદ,ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન (Weather) રહેશે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન (Weather) 44ને પાર કરી ગયું છે. ધોળકા, નડીયાદમાં તાપમાન (Weather)નો પારો 45ને પાર થયો છે. સુરેન્દ્રનગર, ડીસામાં તાપમાન (Weather)નો પારો 45 ડિગ્રીને પાર થયો છે.