Swimming Diet Tips: જો તમે સ્વિમિંગ કરીને વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો જાણો સ્વિમિંગ પહેલાં અને પછી તમારે શું ખાવું જોઈએ.
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો ઉનાળામાં સ્વિમિંગથી સારી કસરત કોઇ નથી. તમે પાણીમાં લાંબા સમય સુધી વર્કઆઉટ કરી શકો છો, જેનાથી તમને ઓછો થાક લાગે છે. સ્વિમિંગ કરવાથી તમને ગરમીથી રાહત મળે છે અને સારો વર્કઆઉટ પણ થાય છે. જો કે, સ્વિમિંગ કરતી વખતે તમારે આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સ્વિમિંગ કરતા પહેલા તમારે કંઈક હેલ્ધી ખાવું જોઈએ. સ્વિમિંગ પછી પણ ખૂબ ભૂખ લાગે છે, આવી સ્થિતિમાં કંઇક ખાવું વું જરૂરી છે. સ્વિમિંગ પહેલા અને પછી પુષ્કળ પાણી પીવો, જેથી શરીર હાઇડ્રેટ રહી શખો. ચાલો જાણીએ કે સ્વિમિંગ કરતી વખતે તમારા આહારનું ધ્યાન કેવી રીતે રાખવું અને વજન કેવી રીતે ઓછું કરવું.
સ્વિમિંગ દ્વારા વજન ઓછું કરો
તરવું એ કાર્ડિયો કસરત છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તરવું એ સંપૂર્ણ શરીરની કસરત છે. જો તમે એક કલાક માટે તરો છો, તો તે દોડવાના એક કલાક જેટલી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે સ્વિમિંગથી સાંધા પર પણ ખરાબ અસર પડતી નથી. સ્વિમિંગ એ શ્રેષ્ઠ સંપૂર્ણ શરીર વર્કઆઉટ છે. આનાથી શરીરના તમામ સ્નાયુઓની કસરત થાય છે. ઉનાળામાં વર્કઆઉટ કરવા માટે સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે.
સ્વિમિંગ પહેલાં શું ખાવું
સ્વિમિંગ કરતા પહેલા તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. આના કારણે શરીરમાં પાણીની કમી નહીં રહે. સ્વિમિંગ એક વર્કઆઉટ છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આ સિવાય સ્વિમિંગ કરતા પહેલા થોડું પ્રોટીનયુક્ત ભોજન લો. તમે ઈચ્છો તો ફળ ખાઈ શકો છો. તમે મુઠ્ઠીભર બદામ ખાઈ શકો છો. તેમજ દહીંમાં ચિયા સીડસ ઉમેરીને ખાઈ શકો છો. તમે બ્લેક કોફી પી શકો છો. આ મેટાબોલિઝમ શરૂ કરવામાં મદદ કરે છે.
સ્વિમિંગ પછી શું ખાવું
સ્વિમિંગ પછી ખૂબ ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં તમારે હેવી મીલ લેવું જોઇએ. એ તમારું લંચ, નાસ્તો અથવા ડિનર હોઇ શકે છે. આ સિવાય તમારે સ્વિમિંગ પછી પુષ્કળ પાણી પીવું જરૂરી છે. આના કારણે શરીરમાં પાણીની કમી નહીં થાય અને શરીર હાઇડ્રેટ રહેશે. આ રીતે તે તેમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકશો.
Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.