High Cholesterol Symptoms: જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે ત્યારે કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી. તેને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આ લક્ષણો પગમાં કેટલાક લક્ષણો  દેખાય છે, જે હાઇ કોલેસ્ટ્રોલના લક્ષણો છે.


જ્યારે કોલેસ્ટ્રોલ શરીરમાં ચરબીના રૂપમાં જમા થવા લાગે છે, ત્યારે તેને હાઈ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તંદુરસ્ત કોષોના નિર્માણમાં કોલેસ્ટ્રોલની જરૂર હોય છે, જો કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે ત્યારે હૃદયરોગનું જોખમ પણ ઝડપથી  વધી જાય છે. ચરબીયુક્ત ખોરાક, ઓછી ઊંઘ, સ્થૂળતા, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન એ ઉચ્ચ કોલેસ્ટ્રોલના કારણો છે. ક્યારેક તે આનુવંશિક પણ હોઈ શકે છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક લક્ષણો દેખાતા નથી, તેથી જ તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. હા, ઘણું ધ્યાન આપવા પર, પગમાં કેટલાક લક્ષણો જોવા મળે છે, જો કે આપણે સામાન્ય રીતે તેને નજર અંદાજ કરીએ છીએ.


પગમાં હાઇકોલેસ્ટ્રોલના લક્ષણો



  •  જ્યારે કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યારે પગ, જાંઘ અને હિપ્સમાં ખેંચાણ અનુભવાય છે.

  • ઘણી વખત આરામ કર્યા પછી પણ આ ખેંચાણ ઓછું થતું નથી.

  • આ સમસ્યામાં  પગમાં નબળાઈ અનુભવાય છે

  • ઘા ધીમેથી કે બિલકુલ રૂઝાતો નથી.

  • કોલેસ્ટ્રોલ વધવાથી ત્વચાનો રંગ પીળો પડી જાય  છે.

  • આમાં અંગૂઠાના નખને નુકસાન થવા લાગે છે.

  •  આ સિવાય વાળનો ઓછો ગ્રોથ પણ હાઈ કોલેસ્ટ્રોલના સંકેત આપે  છે.


હાઇ કોલેસ્ટ્રોલને કેવી રીતે ઓછું કરશો



  • નિયમિત હેલ્ધી ડાયટ લેવી જોઇએ

  • એવા ફૂડ્સને ડાયટમાં સામેલ કરો જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે

  • આપના રૂટીનમાં એક્સરસાઇઝ વોકિંગને સામેલ અવશ્ય કરો

  • સેચુરેટેડ ફેટમાં કમી કરો અને અન સેચુરેટેડ ફૂડને ડાયટમાં વધારો

  • જૈતુન, સુરજમુખી, અખરોટ અને  બીજના તેલનો ઉપયોગ કરો


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો