Teeth Whitening: તમે તમારા દાંતને કેવી રીતે ચમકદાર રાખી શકો, જેથી  આપનું  સ્મિત  અને વ્યક્તિત્વ બંને આકર્ષક બની રહે.આપની સ્મિત આપની ઓળખ છે પરંતુ જો દાંતમાં ડાઘ હોય અને પીળા હોય તો વ્યક્તિત્વ અને સૌદર્યમાં બાધક બને છે. જાણીએ ગ્લોઇંગ અને વ્હાઇટ દાંત માટે શું કરી શકાય


સ્ટ્રોબેરીનો ઉપયોગ કરો


સ્ટ્રોબેરી દાંતના પીળાશને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તેમાં રહેલા એન્ઝાઇમ્સ મેલિક એસિડ અને વિટામિન સી તમારા દાંતના પીળાશને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે સ્ટ્રોબેરીનો પલ્પથી બ્રશ કરવાથી પણ ટીથ વ્હાઇટ થાય છે. આ ટિપ્સ  અઠવાડિયામાં બે વાર કરો.


સરસવનું તેલ અને મીઠું


સરસવનું તેલ અને મીઠું દાંતના પીળાશને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. દાંત સાફ કરવાની સાથે તે મોઢાના બેક્ટેરિયાને પણ ખતમ કરે છે. આ માટે એક ચપટી મીઠામાં થોડું સરસવનું તેલ મિક્સ કરીને દાંત પર ઘસો.


ખાવાનો સોડા અને લીંબુ



  • દાંત સાફ કરવા માટે બેકિંગ સોડા અને લીંબુને એકસાથે મિક્સ કરો અને તેનાથી દાંત સાફ કરો. અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આ પ્રયોગથી પણ દાંત વ્હાઇટ થશે. 

  • દાંતને કેવિટીથી બચાવવા માટે અને તેને સાચવા માટે  ફોલો કરો આ ટિપ્સ, ટીથ હેલ્થ માટે જરૂરી છે
    દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.

  • કેવિટી એટલે કે દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા, આજકાલ બાળકોમાં કેવિટીની સમસ્યા વધુ જોવા મળે છે.

  • કેવિટીના કારણે અન્ય દાંતને સડાથી બચાવવા જરૂરી છે.આ માટે કેવિટીવાળા દાંતને કાઢવા જરૂરી બને છે. આ સ્થિતિ ખૂબજ પીડાદાયક હોય છે

  • દાંતને કેવિટી બચાવવા માટે નિયમિત બે વખત બ્રશ કરવું જરૂરી છે. જેથી જેનાથી ગંદકી બહાર નીકળી જાય છે.રાત્રે જમ્યા બાદ ખાસ બ્રશ કરવું, દાંતમાં ફસાયેલું અન્ન આખી રાતમાં દાંતમાં સડન પેદા કરે છે. 

  • બ્રશ કર્યાં બાદ પણ માઉથ ક્લિનરનો ઉપયોગ કરવાનું ન ભૂલશો, ઉપરાંત ડેન્ટલ ક્લિનિક જઇને દાંતનું ચેકઅપ કરાવતા રહો. દાંતને સાચવવા માટે આ જરૂરી છે. 


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો