Gujarat Rain Forecast :બોલાવી શકશે.નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગની આગાહી.. કચ્છથીલઈને નવસારી સુધી ચોમાસાની વિદાયની શરૂઆતની જાહેરાત કરી છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં ખાબક્યો સિઝનનો 184.86 ટકા વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 147.87 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.35 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 132.91 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 114.90 ટકા વરસાદ વરસ્યો છે
ચોમસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના કુલ 207 પૈકી 143 જળાશયો સંપૂર્ણ ભરાયેલા.. કચ્છ-સૌરાષ્ટ્રના 109, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના ચાર જળાશયો છલોછલ છે.
પાણીની ભરપૂર આવકથી રાજ્યના 184 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાથી 90 ટકાથી વધુ ભરાયેલા 162 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર છે
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીથી વિપરિત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે . કાલથી 12 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
જો કે હવાાન વિભાગની વિપરિત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 16થી 22 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે.
ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે. ખેલૈયાઓ મનભરીને માતાજીના ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ વખતે ફરી એકવાર આફતના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાનો વરસાદ પુરો નથી થયો, આગામી દિવસોમા એટલે કે આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ખેલૈયાની મજા બગડતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તેમના મતે આવતીકાલથી 12 ઓક્ટોબરની વચ્ચે હળવા વરસાદની શક્યતાઓ છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આગામી 16 થી 22 ઓક્ટોબર વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. 22 ઓક્ટોબરથી સવારમાં ઠંડીનો અહેસાસ થઇ શખે છે.
છે.