-કોરોનાની ઝપેટમાં આવ્યાના પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સૂકી ખાંસી આવે છે અને ફેફસામાં ઝડપથી કફ જામવાનો શરૂ થઈ જાય છે.
-દર્દીને તાવ આવે છે અને શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. અનેક હેલ્થ એક્સપર્ટ કોરોના વાયરસમાં તાવ વધી જતો હોવાનો દાવો કરી ચુક્યા છે.
-કોરોના વાયરસનો શિકાર બન્યા બાદ પ્રથમ 5 દિવસમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઉંમરલાયક રોગીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.
-અનેક મામલામાં કોરોનાથી પીડિત વ્યક્તિને શરીરમાં દુઃખાવો થાય છે. માંસપેશીમાં દર્દની સાથે શરીર તૂટતું હોય તેમ લાગે છે. ઉપરાંત થાક પણ ખૂબ લાગે છે.
-ઘણા દર્દીઓના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં તેમના ગળામાં ખૂબ દર્દ થાય છે. આ દર્દ એટલું વધારે હોય છે કે તેમના ગળામાં સોજો પણ આવી જાય છે.
-કોરોના વાયરસની રોગીઓના નાકમાંથી હંમેશા પાણી વહેતું રહે છે. જે સામાન્ય શરદી હોય તેવું જ લક્ષણ છે.
-કોરોના વાયરસના રોગીઓએ એવો પણ દાવો કર્યો છે કે આ બીમારીની ઝપેટમાં આવ્યા બાદ જીભથી સ્વાદનો ચટકો લેવાની શક્તિ ગુમાવી બેસે છે.
- અમેરિકા, ચીનમાં સામે આવેલા ઘણા રોગીઓએ કાનમાં દબાણ રહેતું હોવાની વાત પણ સ્વીકારી હતી.