Weight Gain:મોટાભાગના નવપરિણીત યુગલો લગ્ન પછી વધતા વજનને કારણે પરેશાન થઈ જાય છે. લગ્ન બાદ વેઇટ વધી જવાના અનેક કારણો છે. જો કે આ સમયે થોડું ડાયટ પર ધ્યાન આપવામા આવે તો વધતા વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.


મોટાભાગના નવા પરિણીત યુગલો લગ્ન પછી એક ખાસ પડકારનો સામનો કરે છે. અને તે છે ઝડપથી વધતું વજન. લગ્ન બાદ વજન વધી જતાં લોકો કેટલીક વખત મજાક કરે છે કે,લગ્નમાં  ખુશી વધી જતાં સુખમાં મળી જતાં વજન વધી ગયું છે. . અહીં જાણો તેનું સાચું કારણ શું છે. શું ખરેખર લગ્નની ખુશીના કારણે વજન વધે છે કે આના માટે અન્ય કોઈ કારણો પણ  છે?


 લગ્નની વ્યસ્તતા


લગ્ન પહેલા તમામ યુવક- યુવતીઓ ફિટનેસ જાળવી રાખવા માટે તેમના આહાર પર સંપૂર્ણ ધ્યાન આપે છે.ડાયટ અને જિમનો સહારો લે છે. જેથી લગ્નમાં લૂક સારો રહે. જો કે  લગ્નનીનજીક આવતા અને લગ્ન બાદ એટલી વિધિઓ અને કામકાજ હોય છે કે, વર્કઆઉટ વગેરે માટે સમય નથી રહ્તો અને વજન વધી જાય છે.


દાવતોનો દૌર


લગ્ન દરમિયાન આપણે ઘણી બધી વિધિઓ કરીએ છીએ અને દરેક વિધિમાં અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં ઘી, તેલ અને ખાંડનો ભરપૂર ઉપયોગ થાય છે. આ તમામ ખોરાક ચરબી વધારનાર છે.


આમંત્રણનો સિલસિલો


લગ્ન પછી, પરિવારના સભ્યો, સંબંધીઓ અને નજીકના મિત્રો નવા પરિણીત યુગલને તેમના ઘરે ડિનર કે લંચ માટે આમંત્રિત કરે છે.  આ સમયે પણ એવું ફૂડ ખાવામાં આવે છે જે વેઇટ વધારવા માટે જવાબદાર છે.


પૂરતી ઊંઘનો અભાવ


લગ્નની ખરીદીથી લઈને તૈયારીઓ અને તે પછી લગ્નના ફંક્શન દરમિયાન... નવા યુગલો ખૂબ થાકી જાય છે. કેટલીકવાર તેઓ સંગીત સમારોહ, મહેંદી અને હલ્દીની વિધિને કારણે મોડી રાત સુધી જાગે છે… આના કારણે તેઓ ઊંઘી શકતા નથી અને જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે શરીરનું ફૂલવું શરૂ થાય છે, જેના કારણે દંપતીના શરીર પર ચરબી વધી જાય છે.


 હનીમૂન ટ્રિપ્સ


લગ્નના થાક પછી હનીમૂન ટ્રીપ દરમિયાન પણ ટ્રાવેલિંગ, હોટેલ અને રેસ્ટોરન્ટનું ફૂડ વગેરે વેઇટ વધારા માટે જવાબદાર છે.  લગ્ન બાદ હોર્મોનલ ચેન્જ પણ થાય છે. . આ બધા કારણો છે જેના કારણે શરીરનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. આ એવા સામાન્ય કારણો છે જેના કારણે મોટાભાગના વર-કન્યાના વેઇટ ગેઇન માટે જવાબદાર છે.