કોરોના કાળમાં ફિટનેસ અને ઇમ્યુનિટી મુદે લોકો વધુ જાગૃત થયા છે. જેથી જિમમાં જવાનો પણ ક્રેઝ વધ્યો છે. જો કે જિમ જતાં પહેલા કેટલી વાતોનું  ધ્યાન રાખવું જરૂરી છે. 


દરેક જિમમાં ક્વોલિફાઇડ ટ્રેનર નથી હોતા. મોટાભાગે ફિઝિકવાળા યુવકો જે થોડા દિવસ જિમની પ્રેકટિસ કરે છે. તેમને જિમમાં ટ્રેનર તરીકે નોકરી આપી દેવામાં આવે છે.


કેટલીક વખત જિમ ગયા બાદ પણ રિઝલ્ટ નથી મળતું. તેની પાછળ પણ કેટલાક કારણો જવાબદા છે. ટ્રેનર ક્વોલિફાઇડ ન હોય, ડાયટ ચાર્ટ યોગ્ય રીતે ફોલો ન થતો અને ડાયટ ચાર્ટ યોગ્ય ન હોય તેમજ ટ્રેનર દ્વારા બરાબર વર્ક આઉટ ન થતું હોય.પૂરતી ઊંધ ન લેવાતી હોય તો પણ આવું બને છે.


આકર્ષક ફિગર માટે 6થી12 મહિનાનો સમય લાગે છે. જો કોઇ ટ્રેનર આપને એવું કહે કે 2થી3 મહિનામાં આપની બોડી શેપ્ડ થઇ જશે અને આકર્ષક ફિગર બની જશે તો આવા ટ્રેનરથી બચવું જોઇએ. આકર્ષક ફિગર માટે સતત એક વર્ષ તેના પર કામ કરવું પડે છે.


જો આપનો જિમ ટ્રેનર આપને મસલ્સ પાવર વધારવા માટે સ્ટીરોઇડના ઇંજેકશન લેવાનું કહે, વિટામિન, પ્રોટીન માટે સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે તો આ પ્રકારના ટ્રેનરથી પણ બચવું. જો આપનામાં કોઇ વિટામિન, પ્રોટીનની ઉણપ હોય તો ટ્રેનર નહીં ડોક્ટરની સલાહ લો.


ટ્રેનર જિમ ટ્રેનિગ આપવાની સાથે ડાયટ ચાર્ટ પણ આપે છે. આ સમયે આપે આ મુદ્દે તપાસ કરવી જોઇએ કે ટ્રેનર શું આપના ટ્રેનર પાસે ડાયટિશ્યન કોર્સની ડિગ્રી છે કે નહીં.આ કારણે જ ક્વોલિફાઇડ ટ્રેનર દ્વાર જ જિમમાં વર્કઆઉટ કરવાથી સારું રિઝલ્ટ મળે છે.


પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ


1- જીરું- મોટા ભાગના ઘરોમાં જીરું તમામ શાકભાજીને રાંધવા માટે નાખવામાં આવે છે. જીરું વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. જીરું ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને બદલે છે. તેમાં ફાયટોસ્ટેરોલ્સ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમે જીરાનું પાણી પણ પી શકો છો. આ સિવાય છાશ કે દહીંમાં જીરું પીસીને ખાવાથી પેટને ફાયદો થાય છે.
 
2- તજ- તમારું શરીર શુગરની પ્રક્રિયા કેવી રીતે કરે છે તેમાં તજ મહત્વની ભૂમિકા ભજવે છે. તજ ખાંડનું ચરબીમાં રૂપાંતર અટકાવે છે. આના કારણે પેટમાંથી આંતરડામાં ખોરાક ધીમી ગતિએ પહોંચે છે. તજ ખાવાથી પેટની ચરબી(Belly Fat) ઘણી ઓછી થાય છે.


3- કાળી મરી- કાળા મરી ચરબીના કોષોના નિર્માણની પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. કાળા મરી ખાવાથી ચરબી સંબંધિત સમસ્યા નથી થતી. જ્યારે તમને શરદી હોય ત્યારે તમે કાળા મરીની ચા પી શકો છો, આ સિવાય કાળા મરી ઓમેલેટ, સલાડ અને સૂપમાં પણ સ્વાદ વધારવાનું કામ કરે છે.


4- એલચી- એલચી પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ છે. એલચીમાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જેનાથી મેટાબોલિક ક્રિયા  વધારે છે. તમે જમ્યા પછી એલચી ખાઈ શકો છો, તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ સિવાય તમે એલચીની ફ્લેવરવાળી ચા પણ પી શકો છો.



5- હળદર- જ્યાં સુધી શાકમાં હળદર ન હોય ત્યાં સુધી સ્વાદ નથી આવતો. હળદર આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. હળદર ખાવાથી શરીરની બળતરા દૂર થાય છે. હળદર અનેક પ્રકારના ટોક્સિન્સથી છુટકારો મેળવવાનું કામ કરે છે. હળદર મેટાબોલિઝમ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે વજન ઘટાડવાનું સરળ બનાવે છે. શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે.