30 Minute Walk for Heart Health: આપણે વારંવાર સાંભળીએ છીએ કે ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આપણા શરીરને ફિટ રાખે છે. એક પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે, દરરોજ અડધો કલાકથી એક કલાક ચાલવું હૃદય માટે ઘણી દવાઓ જેટલું જ ફાયદાકારક છે. આ સરળ પગલું શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવે છે, મૂડ સુધારે છે, તણાવ ઘટાડે છે, બ્લડ સુગરને સંતુલિત કરે છે અને માનસિક શાંતિ વધારે છે. નિષ્ણાતોના મતે, નિયમિત ચાલવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
આજે હૃદય રોગમાં ઝડપથી વધારો એ હકીકત પરથી અંદાજી શકાય છે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પાંચમાંથી એક મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે. હૃદયની સમસ્યાઓ ઘણા કારણોસર વધે છે, પરંતુ એક વસ્તુ જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ, તે છે શારીરિક પ્રવૃત્તિ. ડોકટરો કહે છે કે, હૃદય માટે શ્રેષ્ઠ વસ્તુ "પ્રિસ્ક્રિપ્શન" દવાઓ નથી, પરંતુ નિયમિત ફિઝિકલ એક્ટિવિટી છે.
ચાલવું કેમ ફાયદાકારક છે?
એક ઇન્સ્ટાગ્રામ વીડીયોમાં, પ્રખ્યાત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડૉ. દિમિત્રી યારાનોવે સમજાવ્યું કે, તેઓ દવા કરતાં વધુ ચાલવાનું સૂચન કરે છે. તેમના શબ્દોમાં, "હું દવા કરતાં રોજ 30 થી 60 મિનિટ ચાલવાનું સૂચન કરૂં છું, તમારા વિચારો, તમારા હૃદય અને તમારા આખા જીવનને બદલી શકે છે." ચાલવાની સુંદરતા તેની સરળતામાં મિનિટોમાં શરીરમાં થતા ઝડપી ફેરફારોમાં રહેલી છે. ડૉક્ટર સમજાવે છે કે, તેમણે ઘણા દર્દીઓને થાકમાંથી ઉલ્લાસમાં અને ચિંતામાંથી સંતુલન તરફ ફક્ત ચાલવાથી, કોઈપણ નવી દવાઓની જરૂર વગર રિકવર થતા જોયા છે.
આ વિશે સંશોધન શું કહે છે?
અમેરિકન હાર્ટ એસોસિએશનના એક અભ્યાસ મુજબ, રોજના ચાલવાથી સ્ત્રીઓમાં હૃદય રોગથી મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થયુ છે. હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઝડપી ચાલવા અને ટૂંકા ગાળા માટે આ ગતિ જાળવી રાખવાથી હૃદય લયની સમસ્યાઓ જેમ કે એટ્રિલ ફાઇબ્રિલેશન, ઝડપી ધબકારા અથવા ખૂબ જ ધીમા ધબકારા થવાનું જોખમ ઓછું થાય છે.
મોંઘા જીમની જરૂર નથી
ડૉ. યારાનોવ કહે છે, "તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે મોંઘા જીમ કે સપ્લિમેન્ટ્સની જરૂર નથી. ફક્ત તમારે વોકિંગને રૂટીનામાં સામેલ કરવાની જરૂર છે. 3 મિનિટ સ્પીડ અને 3 મિનિટ મધ્યમ ગતિથી ચાલવાથી ઘણો ફાયદો થાય છે. વજન ઉતરે છે અને બ્લડ સુગર નોર્મલ રહે છે આ સાથે હાર્ટ પણ હેલ્ધી રહે છે.