Hair Care treatment:દરેક વ્યક્તિ સ્વસ્થ, ગ્લોઇંગ અને રેશમી વાળની અપેક્ષા રાખે છે. પરંતુ અયોગ્ય જીવનશૈલી, પ્રદૂષણ અને અસ્વસ્થ આહારના કારણે સ્કેલ્પ સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે. કેટલીકવાર યોગ્ય કાળજીના અભાવે વાળ નિર્જીવ થઈ જાય છે.
આપ ઘર પર જ કેટલીક વાતોનું ધ્યાન રાખીને વાળને સ્મૂધ સિલ્કી બનાવી શકો છો. જાણીએ હેરને સ્મૂધ કરવાના ક્યાં છે સરળ ઘરેલુ નુસખા
ઈંડાનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બની શકે છે. ઈંડામાં રહેલા પ્રોટીન અને અન્ય પોષક તત્વો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં ઈંડું તોડી તેમાં અડધી ચમચી ઓલિવ ઓઈલ અને મધ ઉમેરો. આ પેકને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
એલોવેરામાં રહેલા ગુણો વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પલાળેલા મેથીના દાણાની પેસ્ટ લો, તેમાં એરંડાનું તેલ ઉમેરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી વાળ ધોઈ લો.
વાળને મુલાયમ બનાવવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે નારિયેળના તેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહેશે અને વાળ પણ મુલાયમ રહેશે.
એપલ વિનેગર લગાવો-એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને તમે વાળની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આ માટે વાળમાં વિનેગર લગાવો, થોડી વાર પછી તેને પાણીથી ધોઈ લો.
બનાના માસ્ક-કેળામાં વિટામિન-સી, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ માટે એક બાઉલમાં કેળાને મેશ કરો, તેમાં દહીં અને ગુલાબજળ ઉમેરો. આ પેકને વાળમાં લગાવો, લગભગ 30 મિનિટ પછી હેર વોશ કરી લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.