Yogasana In Winter: કહેવાય છે કે શિયાળો તમને આળસુ બનાવી દે છે. ઠંડીના કારણે ના બહાર નીકળવાનું મન થાય છે કે ના કોઈ કામ કરવાનું.બસ ઘરમાં પૂરાઈ રહેવાનું જ મન થાય છે. મનમાં એવું થયા કરે કે બસ ધાબળો ઓઢી બેડમાં પડ્યા જ રહીએ. જો કે શિયાળામાં શરીરની ખાસ કાળજી લેવાની જરૂર છે પરંતુ ઠંડીને કારણે શરીરમાં આખો સમય સુસ્તી રહે છે અને મન ઘરમાં બંધ રહેવા માંગે છે. તમે આખો દિવસ તમારી પથારીમાં અથવા ઘરમાં બંધ રહો તે સંપૂર્ણપણે શક્ય નથી. આવી સ્થિતિમાં અમે તમારા માટે ખાસ ટિપ્સ લાવ્યા છીએ જેના કારણે તમે સ્ફૂર્તિ અનુભવશો અને તમારું શરીર દિવસભર સક્રિય રહેશે.
ડાયેટિશિયન કે ડોક્ટરના મતે શિયાળામાં ડાયટ અને એક્સરસાઇઝ પર વધુ ધ્યાન આપવું જોઈએ. જો તમને રોજેરોજ જીમમાં જવાનું મન ન થતું હોય, તો તમે ઘરે રહીને આરામથી આ 3 યોગાસનો કરી શકો છો. આનાથી તમે તમારા શરીરના દુખાવાને પણ દૂર કરી શકો છો. અને સ્ફૂર્તિ પણ અનુભવી શકો છો. સાથે જ તમારા શરીરને ગરમ રાખવામાં પણ આ આસન મદદ કરે છે. અને તમને મેન્ટલી પણ મજબૂત બનાવે છે..
શિયાળામાં આ ત્રણ યોગાસનો અવશ્ય કરવા
ઉત્તાનાસન
આ યોગાસન કરવાથી હૃદય મજબૂત બને છે. અને હૃદયમાં લોહી યોગ્ય રીતે પહોંચે છે. આ સાથે પેટની ચરબી ઘટાડવાની સાથે પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા અને ઊંચાઈ વધારવાનું પણ કામ કરે છે.
અધોમુક્ત શ્વાનાસન
આ યોગાસન કરવાથી પેટના નીચેના સ્નાયુઓ મજબૂત બને છે. આ સાથે કરોડરજ્જુ પણ મજબૂત બને છે. આ આસન શરીર માટે એટલું સારું છે કે તે તમારા આખા શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. આમ કરવાથી હાથ-પગનો દુખાવો મટી જાય છે. લીવર અને કીડની સંબંધિત બીમારીઓ પણ મટે છે.
ચક્રાસન
આ યોગાસન કરવાથી વજન હંમેશા નિયંત્રણમાં રહે છે. તેમજ શરીર લચીલું રહે છે. તેના ફાયદા એ છે કે આમ કરવાથી તે ટાઇપ 2 ડાયાબિટીસમાં ફાયદાકારક છે. અને કરોડરજ્જુ સીધી રહે છે.