Curd Benefits: ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને દહીંનો સ્વાદ પસંદ ન હોય. તેને સાદા ખાવા ઉપરાંત તેના રાયતા પણ બનાવવામાં આવે છે. ઘણા પ્રકારના ફ્લેવર પણ માર્કેટમાં આવે છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દહીંને વધુ ફાયદાકારક કેવી રીતે બનાવી શકાય?


દહીં ભારતીય ખોરાકનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. પછી ભલે તે દેશના કોઈપણ ખૂણામાં હોય, દરેક જગ્યાએ દહીં ભોજન સાથે પીરસવામાં આવે છે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે દહીં વગર ખાવાનું વિચારી પણ શકે. દહીં ખાવાના ફાયદા તો દરેક જણ જાણે છે, પરંતુ તેમ છતાં તેના વિશે ખોટી માન્યતાઓ ઓછી નથી. ખાસ કરીને તમે દહીં ખાવાના સમય અને રીત વિશે ઘણી વાતો સાંભળી હશે. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે દહીં કેવી રીતે અને ક્યારે ખાવું સૌથી વધુ ફાયદાકારક છે તે જાણીએ...


દહીં પર સંશોધન શું કહે છે?


યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન દ્વારા મેટાબોલિક સ્ટેટસ પર કરવામાં આવેલા સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે, જમ્યા પહેલા દહીંનું સેવન ભોજન સાથે અથવા પછી ખાવા કરતાં વધુ સારું સાબિત થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ભોજન પહેલાં દહીંનું સેવન કર્યું હતું તેઓમાં આંતરડાના સોજો ઓછો થઈ શકે છે. પાચનમાં સુધારો થાય છે..


રોજ દહીં ખાવાના ફાયદા


દહીં પાચનને દુરસ્ત કરવાના કારણે   મેટાબોલિઝમ વધે છે, પોષક તત્વોનું શોષણ સુધરે છે અને હાડકાં મજબૂત થાય છે. દહીંની અસર ચોક્કસપણે ઠંડી હોય છે, પરંતુ તેમ છતાં તેને દરેક ઋતુમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. તેની પાછળનું કારણ દહીંમાં હાજર પ્રોબાયોટીક્સ છે, જે ન માત્ર આંતરડા અને પાચનને સ્વસ્થ રાખે છે, પરંતુ સોજા અને સ્થૂળતા ઘટાડવાનું પણ કામ કરે છે.


શું શિયાળામાં ખાવું યોગ્ય છે?


દહીંની અસર ઠંડી હોય છે, પરંતુ તેમ છતાં તેને ઠંડા વાતાવરણમાં ખાવાથી ફાયદો થઈ શકે છે. જો તમને દહીં ખૂબ ઠંડુ લાગે છે, તો તમે તેને મધ અથવા કાળા મરી, શેકેલું જીરું પાવડર ઉમેરીને ખાઈ શકો છો. આ તેને શરીરને ઠંડક આપતા અટકાવશે અને પાચનમાં સુધારો કરીને કબજિયાતી સમસ્યાને દૂર કરે છે..


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો