World Cycle Day:  સાયકલ ચલાવવાથી ન માત્ર તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે, પરંતુ તેનાથી પર્યાવરણનું પણ રક્ષણ કરી શકાય છે. આજે અમે તમને સાઇકલ ચલાવવાના સ્વાસ્થ્ય લાભ વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે.


માનસિક હેલ્થ પણ થાય છે બૂસ્ટ, સાયકલ ચલાવવાથી માનસિક સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થાય છે. તે તમારા તણાવના સ્તરને ઘટાડે છે, ડિપ્રેશન અને માનસિક તણાવને પણ ઘટાડે છે.


દરરોજ સાયકલ ચલાવવાથી ફેફસાંની તંદુરસ્તી તો સુધરે છે સાથે તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે. સાયકલ ચલાવવાથી ઓક્સિજન ફેફસામાં પણ જાય છે. જે સ્વાસ્થ્ય માટે સારું છે.


સાયક્લિગથી પર્યાવરણનું જતન થાયછે સાથે સાયક્લિંગ હાર્ટ સ્વસ્થ કરે છે અને કાર્ડિયાક અરેસ્ટ અને હૃદય સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.


સાયક્લિંગ કરવાથી વજન પણ ઉતરે છે. બોડી ફેટ બર્ન થાય છે. જો આપ એક રોજ એક કલાક સાયકલ ચલાવો છો 1000 કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.


ફેફસાં માટે ફાયદાકારકઃ નિયમિત સાયકલ ચલાવવાથી ફેફસાં સ્વસ્થ બને છે અને સ્ટેમિના વધે છે. સાયકલ ચલાવતી વખતે, ફેફસાંને તાજો ઓક્સિજન મળે  છે. આ દરમિયાન શ્વાસ લેવાની ગતિમાં વધારો થવાથી ફેફસાંની આસપાસના સ્નાયુઓનો વિકાસ થાય છે.


આ રીતે સાયકલ ચલાવવાથી વજન ઘટશે



  • દરરોજ ઓછામાં ઓછું એક કલાક સાયકલ ચલાવો. વજન પર અસર 20 મિનિટ સાયકલ ચલાવ્યા પછી જ શરૂ થાય છે.

  • સાયક્લિંગને  કાર્ડિયો વર્કઆઉટ તરીકે ગણવામાં આવે છે.

  • તમારે ફક્ત 20 થી 30 મિનિટ માટે સાયકલ ચલાવવાની શરૂઆત કરવી જોઈએ.

  • સાયકલ ચલાવતા પહેલા અને પછી સ્ટ્રેચિંગ કરવું જરૂર કરે



Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા   તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા,  ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.