Health Benefits of Mushrooms: ડૉક્ટરે કહ્યું કે મશરૂમ ખાસ કરીને એવા લોકોએ ખાવું જોઈએ જેઓ નબળાઈથી પીડાય છે અથવા થકાવટ વધુ અનુભવે છે.
ઝારખંડ આદિવાસી મહિલાઓ માટે, મશરૂમ માત્ર ખોરાકનો સ્ત્રોત નથી પણ વ્યવસાયનો સારો સ્ત્રોત પણ છે. ખાસ કરીને વરસાદની ઋતુ પહેલા મશરૂમ ઉગવા લાગે છે, જેને મહિલાઓ જંગલમાંથી એકત્રિત કરીને શહેરમાં વેચે છે. આ મશરૂમન સેવનના ફાયદા ગજબ છે.
નિષ્ણાતના મત મુજબ મશરૂમ ખાસ કરીને એવા લોકોએ ખાવું જોઈએ જેમને નબળાઈની સમસ્યા હોય. સતત થકવાટની ફરિયાદ રહેતી હોય. આ સમસ્યા ધરાવતા લોકોના ચહેરા નિસ્તેજ જોવા મળે છે.
પ્રોટીનનો સારો સ્ત્રોત
મશરૂમમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પ્રોટીન શરીરમાં નવા કોષો બનાવવાનું કામ કરે છે. તે તમારા સ્નાયુઓ બનાવે છે અને તમારા શરીરમાં જીવન લાવે છે. શરીર મજબૂત બને છે અને ચહેરામાં પણ નવા કોષો બને છે. તેનાથી ચહેરા પર ચમક પણ આવે છે. આ સિવાય તેમાં વિટામિન A, B, C, વિટામિન B6, ઝિંક અને આયર્ન જેવા જરૂરી તત્વો હોય છે. તેથી, આ ખાવાથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પૂરી થઈ જશે.
શરીરની અંદરથી શક્તિ આવશે. આળસ ઓછી થશે. તેનાથી તમે વૃદ્ધાવસ્થામાં પણ યુવાન દેખાશો. બીજી સારી વાત એ છે કે મશરૂમમાં કેલરીની માત્રા નહિવત હોય છે. 50 ગ્રામ મશરૂમમાં ભાગ્યે જ 50 થી 60 કેલરી હોય છે, જે ઘણી ઓછી છે. એટલે કે, જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો પણ, મશરૂમ ખૂબ અસરકારક છે.
યોગ્ય રીતે ખાવાથી થશે ફાયદો
ઘણા લોકોને મશરૂમ ખાઇ છે પરંતુ ખોટી રીતે ખાય છે. જેથી નુકસાન થાય છે.જો તેમને મશુરૂમને મસાલેદાર કરીને ખાશો તો તે નુકસાન કરશે. મશરૂમનું સંપૂર્ણ પોષણ મેળવવા માંગતા હોય તો તેને હળવા મસાલામાં શેકીને જુઓ અને તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ કરો. આ રીતે ખાવાથી મશરૂમના તમામ પોષક તત્વો મેળવી શકશો. એક સમયે 50 ગ્રામથી વધુ મશરૂમ ખાવાનું ટાળો. તેનાથી અપચો જેવી સમસ્યા થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો