Detox Juice:  બધું જ અજમાવી લીધા બાદ પણ આપનું  વજન ઘટતું નથી  તો તમે એકવાર બોડીને  ડિટોક્સ કરવાનો પ્રયાસ કરી શકો છો. આ માટે આ ડિટોક્સ જ્યુસ ઘરે સરળતાથી બનાવી શકાય છે.


ડિટોક્સ જ્યુસ એ શરીરને શુદ્ધ કરવાની સારી રીત છે. આનાથી શરીરને તમામ પોષક તત્વો પણ મળે છે અને તે પાચન તંત્ર પર પણ ભારે નથી પડતા. તે સરળતાથી પચી જાય છે અને શરીરની ગંદકીને સાફ કરવા માટે પણ તે એક ઉત્તમ વિકલ્પ છે. આજે અમે જે જ્યુસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે વિવિધ પ્રકારના વેજીટેબલ જ્યુસ છે જેનું સેવન તમે વજન ઘટાડવા માટે કરી શકો છો. તેમ છતાં, જો તમને કોઈ શારિરીક સમસ્યા અથવા અન્ય કોઈ સમસ્યા હોય, તો નિષ્ણાતની સલાહ અને દેખરેખ હેઠળ જ લેવું હિતાવહ


લીંબુનો રસ


કોળાનો રસ શરીરને ડિટોક્સ કરવા માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. તે સફાઈ ગુણધર્મો ધરાવે છે. દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પીવો અને તેને પીધા પછી ઓછામાં ઓછા બે કલાક સુધી કંઈપણ ન ખાવું. આ તમારા શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે. તેને સફેદ પેથાનો રસ અથવા સફેદ કોળાના રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો કોઈ સ્વાદ નથી હોતો


વેજિટેબલ જ્યુસ 


શાકભાજીનો રસ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સાફ કરે છે. આ જ્યુસમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ફ્રી રેડિકલને દૂર કરે છે. તે ત્વચા માટે વજન ઘટાડવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમે બીટરૂટ, પાલક, ગાજર, , કાકડી, ટામેટામાંથી કોઈપણ શાકભાજીનો તાજો રસ પી શકે છે.  સ્વાદ વધારવા માટે આદુનો નાનો ટુકડો સિંધાલૂ ઉમેરો. યાદ રાખો, જ્યુસને એકસાથે ન પી જતાં આરામથી ચૂસકી લો. જ્યુસ પીધા પછી ઓછામાં ઓછા એક કલાક અને વધુમાં વધુ બે કલાક સુધી કંઈ ન ખાવું.


નાળિયેર પાણી


નારિયેળ પાણી પણ આપણા શરીર માટે અમૃત જેવું કામ કરે છે. તેને પીવાથી શરીર પણ ડિટોક્સ થાય છે. જો શક્ય હોય તો, તમે અઠવાડિયામાં એકવાર માત્ર એક દિન નારિયેળ પાણી પીને જ દિવસ પસાર કરવો જોઇએ.  તેનાથી પાચનતંત્રને પણ આરામ મળે છે અને શરીરમાંથી ગંદકી દૂર થાય છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો જ અહીં જણાવેલ કોઈપણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.. અન્યથા નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધો. ડિટોક્સ ડ્રિન્કથી પાચન તંત્રના સુધાર સાથે સ્કિન પણ નિખરે છે.


Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.