Health tips: મોશન સિકનેસની સમસ્યા એકદમ સામાન્ય છે. તમારી ઓળખાણમાં એવા ઘણા લોકો હશે જેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી અને ઉબકા ગભરામણ જેવી સમસ્યા થાય છે. જો કે મોશન સિકનેસ થવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ આ સમસ્યાથી આપ સફરનો આનંદ ઉઠાવી શકતા નથી અને પ્રવાસ આપના માટે સજા બની જાય છે.
મોશન સિકનેસ એ કોઈ રોગ નથી. કેટલાક લોકોને મુસાફરી દરમિયાન આ સમસ્યા થાય છે, કારણ કે આવા સમયે તેમના મગજને નાક, કાન, ત્વચા અને આંખોમાંથી અલગ-અલગ સિગ્નલ મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિગ્નલ મળતાની સાથે જ તેમની નર્વસ સિસ્ટમ ગૂંચવાઈ જાય છે. આ કારણે મગજ તરત જ પરિસ્થિતિને સમજી શકતું નથી, જેના કારણે મોશન સિકનેસના લક્ષણો આવવા લાગે છે.
ઉલ્ટી અને ગભરાટ સિવાય આ લક્ષણો જોવા મળે છે. જેમ કે
- નિસ્તેજ ત્વચા થઇ જવી
- પરસેવો થવો
- ચક્કર આવવા
- મોંમાં વધુ પડતી લાળ થવી
- હાંફ ચઢવો
- માથાનો દુખાવો થવો
- ખૂબ ઊંઘ આવવી
- વધુ થાકી જવું
- ખાલી પેટે મુસાફરી ન કરો
આ ઉપાયથી મળશે રાહત
- મુસાફરી પહેલા કંઈ ન ખાવાથી ઉલ્ટી થઈ શકે છે. ચક્કર પણ આવી શકે છે. જો આ સમસ્યા સતાવતી હોય તો ખાલી પેટે પ્રવાસ કરવાની ભૂલ ન કરો. થોડું લાઇટ ફૂડ લઇને જ ટ્રાવેલ કરો.
- પાછળની સીટને અવોઇડ કરો
- જો આપ બ સ જેવા વાહનોમાં ટ્રાવેલ કરતા હો તો પાછળની સીટ પર બેસવાથી સ્પીડનો વધુ અનુભવ કરસો જે મોશન સિકનેસનું કારણ બને છે.
- મુસાફરી દરમિયાન ભીડથી બચો
- ભીડવાળા વાહનમાં મુસાફરી કરવાથી પણ આ સમસ્યા વધી શકે છે આપ વધુ ભીડ હોય તેવા વાહનમાં ટ્રાવેલ કરવાનું ટાળો
- મુસાફરી દરમિયાન પુસ્તકો ન વાંચો
- મુસાફરી દરમિયાન કંઈપણ વાંચવાથી પણ મોશન સિકનેસ વધી જાય છે. મનને શાંત રાખવા માટે આંખોને પણ આરામ આપો. ટ્રાવેલમાં રીડિંગ ટાળો
લવિંગ, લીંબુ, તુલસી તમારી સાથે રાખોઃ
ઉલ્ટી અને ગભરાટથી બચવા માટે તમે શેકેલા લવિંગ ખાઈ શકો છો. મુસાફરી દરમિયાન તુલસીના પાન ચાવવા એ પણ સારો ઉપાય છે. લીંબુ-ફૂદીનાનું પાણી એક બોટલમાં તમારી સાથે રાખો અને જ્યારે તમે બીમાર હોવ ત્યારે પાકેલા લીંબુની છાલને સૂંઘી શકો છો. લીંબુની એક ચીર મરી પાવડર અને નમક ભભરાવીને મોંમાં રાખવાથી પણ આ સમસ્યાથી બચી શકાય છે.