Health Tips: વિટામીન B-12 ની ઉણપને કારણે ડિમેન્શિયા, એનિમિયા અને હાડકાના રોગો થવા લાગે છે. શાકાહારીઓએ તેમના આહારમાં વિટામિન B-12 થી ભરપૂર આ ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ.


શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B-12 ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય ત્યારે  નર્વસ સિસ્ટમને અસર થાય છે. વિટામિન B-12 લાલ રક્તકણોની રચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B-12 શરીરમાં ફોલિક એસિડના પરિવહનમાં પણ મદદ કરે છે. જો શરીરમાં વિટામિન B-12 ની ઉણપ હોય તો તેના કારણે  અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી માનસિક સમસ્યાઓ, હાડકા અને સાંધાની સમસ્યાઓ અને એનિમિયાનું જોખમ વધે છે. આહારમાં વિટામિન B-12 થી ભરપૂર ખોરાકનું સેવન કરીને ઉણપને પુરી કરી શકો છો. જો કે શાકાહારીઓ માટે વિટામિન B-12 ના સ્ત્રોત બહુ ઓછા છે, પરંતુ આપ આ ખોરાકને આહારમાં સામેલ કરીને વિટામિન B-12 ની ઉણપને પૂરી કરી શકો છો.


વિટામિન બી12ના લક્ષણો


મોઢામાં ચાંદા પડવા, દ્રષ્ટિ નબળી થવી કે ધૂંધળું દેખાવું, વિટામિન B12ની ઉણપના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચક્કર પણ આવે છે, ખાસ કરીને તમે કામ કરો છો ત્યારે આવું વધારે થાય છે. આવું થવાનું કારણ છે તમારા શરીરમાં રક્ત કણોની ઉણપના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ નથી કરી શકતો.


સોયાબીન


સોયા ઉત્પાદનોમાં વિટામીન B-12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે સોયા મિલ્ક, ટોફુ   ખાઈ શકો છો.


દહીં


આપને  ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. દહીંમાં વિટામિન B2, B1 અને B12 મળી આવે છે. વિટામિન B-12ની ઉણપને પૂરી કરવા માટે તમે ઓછી ચરબીવાળા દહીંને આહારમાં સામેલ કરી શકો છો.


 ઓટ્સ


ઓટ્સ ખાવાથી શરીરને ફાઈબર અને વિટામિન્સ મળે છે. ઓટ્સ વિટામિન B12 થી ભરપૂર હોય છે જે આપને સ્વસ્થ રાખે છે.


 દૂધ


વિટામિન B12 માટે  આહારમાં દૂધનો સમાવેશ કરવો જ જોઈએ. દૂધમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે.


પનીર


 પનીરમાં પણ વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે. કોટેજ ચીઝમાં વિટામિન બી પણ   હોય  છે. શાકાહારી લોકો માટે આ એક સારો વિકલ્પ છે.


 બ્રોકોલી


આપના ભોજનમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરવો. તેમાં વિટામિન B12 સાથે ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.