Salt, Sugar And Oil Per Day: ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ.
ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો
સ્વસ્થ રહેવા માટે તમારે આહારમાં યોગ્ય માત્રામાં મીઠું, ખાંડ અને તેલ લેવું જોઈએ. આ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરવામાં આવે છે, પરંતુ લોકોને ખબર નથી હોતી કે, એક દિવસમાં કેટલી માત્રામાં ખાંડ, મીઠું અને તેલ ખાવા જોઈએ. આ ત્રણ વસ્તુઓ અનેક રોગોનું મૂળ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે, (WHO) એ આ અંગે તમામ દેશોને એલર્ટ કરી દીધા છે. આ કારણે ઘણા દેશોએ બજારમાં વેચાતા કેટલાક ઉત્પાદનો પર મીઠું, ખાંડ અને ચરબીની અધિક માત્રાના કારણે પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણી એવી ખાદ્ય ચીજો છે. જેમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘણું વધારે છે. આ ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પુરવાર થાય છે.
1 દિવસમાં કેટલું મીઠું, ખાંડ અને તેલ ખાવું જોઈએ
WHO અનુસાર, આપણે એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. જો કે મોટાભાગના ભારતીયો આના કરતા અનેકગણુ નમક વધારે ખાય છે. દિવસમાં 6-8 ચમચી ખાંડ અને 4 ચમચીથી વધુ તેલ ન ખાવું જોઈએ. જો કે, ભારતમાં તમામ લોકો અનાથી અનેકગણુ તેલ ખાઇ છે.
વધુ પડતું મીઠું, ખાંડ અને તેલ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક?
જો તમે વધુ માત્રામાં મીઠું, તેલ કે ખાંડનો ઉપયોગ કરો છો તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. આ વસ્તુઓથી હૃદય, કિડની અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ખૂબ જ ઝડપથી થાય છે. બદલાતી જીવનશૈલી, આહાર અને કસરતના અભાવને આ સમસ્યાઓ વધી રહી છે. જો તમે આહારમાં મીઠું, તેલ, ખાંડનું પ્રમાણ ઘટાડશો તો તેનાથી સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ દૂર થઈ શકે છે.
વધુ પડતું મીઠું જોખમી છે
બજારમાં મળતા ખાદ્યપદાર્થોનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધી રહ્યો છે. બજારમાં મળતી આ ખાદ્ય ચીજોમાં મોટાભાગે મીઠું હોય છે. તળેલા બદામ અને બટાકાની વેફરમાં ભરપૂર માત્રામાં મીઠું હોય છે. આ સિવાય નૂડલ્સ, સોસ અને પેકેટ સૂપ પણ બિનઆરોગ્યપ્રદ છે. વધુ પડતું મીઠું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે જે હૃદય માટે જોખમી છે. ઉચ્ચ સોડિયમ સ્તર રોગોનું જોખમ વધારે છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..