Weight Loss Tips: જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન,  જરૂરી કાર્બ્સ હોવું જોઇએ.  ક્રેશ ડાયટિંગ  અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.


આજની જીવનશૈલીમાં મેદસ્વી થવું ખૂબ જ સરળ છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. જોરદાર એક્સરસાઇઝ અને યોગ કરવો પડે છે. આટલું કર્યાં બાદ થોડું વજન ઉતરે છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે ક્રશ ડાયટ કરે છે. જે અનહેલ્ધી અને ખતરનાક રીત છે. તો આજે જાણીએ કે વજનને ઉતારવાની યોગ્ય રીત કઇ છે.


સપ્લીમેન્ટ લેવું


આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે. જે વધુ સેફ નથી. આ સ્થિતિમાં કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.


બોડી ડિટોક્સ


આજકાલ બોડીને ડિટોક્સ કરીને પાતળા થવાનુ ચલન પણ છે. આવી પ્રોડક્ટરસ પણ સેફ નથી. જેમાં શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી ઇલેક્ટ્રોનાઇટનું પણ નુકસાન થાય છે.


ક્રશ ડાયટિંગ


કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં ક્રશ ડાયટિંગ કરે છે. ખૂબ જ ઓછું ખાય છે. તેના કારણે શરીરની માંસપેશીઓમાં નુકસાન થાય છે. ઓછું ખાવાથી મેટાબોલિઝમ  પણ નબળું પડે છે. ઓછી કેલેરી લેવાથી વજન ઉતરે છે પરંતુ તેના ગંભીર સાઇડ ઇફેકેટ પણ જોવા મળે છે.


 વધુ એક્સસરસાઇઝ


ઝડપથી વજન ઉતારવા માટે લોકો જોરદાર એક્સરસાઇઝ કરે છે. તેનાથી માંસપેશી ઇંજરીનો ખતરો વધે છે. વધુ એક્સરસાઇઝથી ડિહાઇડ્રેશન  અને ઇલેક્ટ્રોલાઇટની સમસ્યા થાય છે.


સ્મોકિંગ


જો આપ વજન ઓછું કરવા ઇચ્છો છો તો આપે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.


ઓછું ફેટ લેવું


વજન ઓછું કરવા માટે ફેટવાળી ચીજો સીમિત માત્રામાં લેવી જોઇએ. જો કે કેટલાક લોકો બિલકુલ ફેટ લેવાનું બંધ કરી દે છે. ફેટવાળી વસ્તુ ઓછી ખાવાથી ભૂખ વધુ લાગે છે અને આપનું વજન ઉતારવાનું સપનું અધરૂં રહી જાય છે.