Faster Weight Loss:જો તમારી પાસે ઓછો સમય છે અને વધુ વજન ઓછું કરવા માંગો છો, તો તમે આ વર્કઆઉટ કરી શકો છો. રિપોર્ટ અનુસાર આ  બ્રિટિશ યુવતીએ એક કામ પર ધ્યાન આપીને 48 કિલો વજન ઘટાડ્યું છે. ચાલો જાણીએ વજન ઘટાડવાની આ  કઇ રીત છે.


વજન ઘટાડવાનો પ્રયાસ ઘણીવાર નિરાશા સર્જે છે કારણ ઘણીવખત કેટલાક લોકોને  ડાયટિંગ અને વર્કઆઉટ બાદ પણ  પણ પરિણામ મળતું નથી. એક 20 વર્ષની બ્રિટિશ યુવતીએ 10થી 12 મહિનામાં આ ડાયટ પ્લાન ફોલો કરીને 48 કિલો વજન ઓછું કર્યું.


20 વર્ષની બ્રિટિશ યુવતી મિલી સ્લેટરે સોશિયલ મીડિયા પર તેના બોડી ટ્રાન્સફોર્મેશનનો વીડિયો શેર કર્યો છે. ન્યૂઝવીકના રિપોર્ટ અનુસાર, તેણે 12 મહિનામાં 48 કિલો વજન ઘટાડ્યું. આ માટે તેણે  કંસિસ્ટેંસીને ફાયદાકારક ગણાવી છે. તેની વજન ઘટાડવાની પદ્ધતિ 3.5 લાખથી વધુ વખત જોવામાં આવી છે.


 ડાયટ ફૂડ ખાઇને કંટાળી ગઇ હતી


ઝડપી વજન ઘટાડવા માટે ઘણા ફેડ ડાયટ ઉપલબ્ધ છે. રિપોર્ટ અનુસાર, મિલી આ બધું કરીને કંટાળી ગઈ હતી. પછી તેમણે  કેલરીની માત્રા, કેલરીની ખોટ અને પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આનાથી તેને ઘણો ફાયદો થયો.


આ બદલાવથી થયું વેઇટ લોસ


રિપોર્ટ અનુસાર, માઈલીએ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા ઇનક્લાઇન્ડ વોકિંગ શરૂ કર્યું.  તેમણે  ઇનક્લાઇન્ડ વોકિંગમાં એક ટ્રિક અપનાવી.  જે એકદમ અસરકારક સાબિત થઇ  અને તેનું વજન ઓછું થવા લાગ્યું. તેનું પરિણામ જોઈને તેણે તેને કંસિસ્ટેંસીને જાળવી રાખ્યું.


ઇનક્લાઇડ વોકિંગનો જબરદસ્ત ફાયદો


મિલીએ સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર લોરેન ગિરાલ્ડનો  12-3-30 ટ્રેડમિલ વર્કઆઉટ અપનાવ્યો.  જેની મદદથી લોરેને પોતે 13.6 કિલોગ્રામ વજન ઘટાડ્યું. આ વર્કઆઉટમાં તમારે ટ્રેડમિલને 12 ટકા ઇનક્લાઇન કરીને  લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 30 મિનિટ દોડવાનું હોય   છે.


32 ટકા ઝડપથી થાય છે વજન ઓછું


ઇનક્લાઇંડ વોકિંગ ઝડપથી  વજન ઓછું કરવામાં કારગર છે. એક શોધ અનુસાર જો આપ 5 ટકા ઇનક્લાઇન ટ્રેડમિલ પર વોકિંગ કરો છો તો 17 ગણી ઝડપથી કેલેરી બર્ન થાય છે. અને જો આપ આ ઇનક્લાઇનને 10 પર વધારી દો તો 32 ગણી ઝડપથી કેલેરી બર્ન થાય છે.