Weight Loss Snacks: વજન જેટલુ ઝડપથી વધે છે તેટલું સરળતાથી ઉતરતું નથી. વજન ઘટાડવું એ સરળ કાર્ય નથી. કેટલીકવાર જીમમાં પરસેવો પાડ્યા પછી અને ખૂબ ડાયેટિંગ કર્યા પછી પણ કોઈ અસર જોવા મળતી નથી. જો તમે પણ દરેક નુસખા અજમાવી ચૂક્યા છો અને વજન ઓછું નથી થતું, તો આજે અમે તમને એવી 5 અનોખી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારા ડાયટમાં સામેલ કરીને તમે એક જ ઝાટકે વજન ઘટાડી શકો છો.
શેકેલા ચણા
શેકેલા ચણા વજન ઘટાડવામાં પણ જબરદસ્ત ફાયદો કરી શકે છે. તે ફાઈબર, પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાનું અટકાવે છે.
બદામ
હેલ્ધી સ્નેક્સમાં બદામનું નામ સૌથી પહેલા આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જો તમે પલાળેલી બદામનું સેવન કરો છો તો તે વધુ સારો વિકલ્પ બની શકે છે.
બેરી અને દહી
જો તમારા આહારમાં દહીં અને બેરીનો સમાવેશ કરવામાં આવે તો પણ તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે અને બેરીમાં એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા ભૂખ ઘટાડવામાં મદદ કરે છે.
નટ બટર અને એપલ
સફરજનમાં ફાઈબર ભરપૂર હોય છે અને કેલરી ઓછી હોય છે. જો તમે બદામ કે પીનટ બટર સાથે સફરજન ખાઓ છો તો હેલ્ધી ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ શરીરમાં પહોંચે છે. આ તમને વધુ પડતું ખાવાથી બચાવે છે અને વજન ઘટાડી શકે છે.
હમ્મસ
હમ્મસ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હમ્મસ સાથે ઘણી બધી શાકભાજી ખાઓ છો, તો પ્રોટીન અને ફાઈબરમાં વધારો થશે. તેને સવારે અથવા સાંજે ખાવું વધુ સારું માનવામાં આવે છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.