Exercise to Reduce Belly Fat:  બેલી શરીરનો ખૂબ જ આકર્ષક ભાગ છે અને દરેક વ્યક્તિ તેને ટોન કરવા માંગે છે. અમે તમને કેટલીક એવી કસરતો વિશે જણાવીશું, જેને રોજ કરવાથી તમારા પેટની ચરબી  ઘટાડવામાં મદદ મળશે.


તમે જીમમાં જાઓ કે ન જાઓ, દરેક વ્યક્તિ પેટને ટોન કરવા માંગે છે. બેલી શરીરનો ખૂબ જ આકર્ષક ભાગ છે અને તેને ટોનિંગ કરવું એ ખાસ કરીને મહિલાઓની પહેલી ઈચ્છા હોય છે. જેથી તે તેના પેન્સિલ ડ્રેસમાં ફિટ થઈ શકે અને તેના પેટની લટકતી ચરબી બહારથી દેખાઈ ન શકે. પરંતુ ફ્લેટ સ્ટમક  મેળવવું એટલું સરળ પણ નથી. જો તમે સખત મહેનત કરવા માંગો છો અને કેટલીક પ્રવૃત્તિઓ શોધી રહ્યા છો જે પેટને ટોન કરી શકે. આવી સ્થિતિમાં, તમે કેટલીક કસરતો કરીને તમે પેટને સપાટ  શકો છો. અહીં અમે તમને કેટલીક એવી કસરતો વિશે જણાવીશું, જેને રોજ કરવાથી તમારા પેટની ચરબી ઘટી જશે.




પ્લેન્ક એક્સરસાઇઝ


 પ્લેન્ક કસરત મુશ્કેલ છે પરંતુ તે પેટની ચરબી ઘટાડવામાં કારગર છે. તેનાથી ખૂબ સારા  પરિણામો  આવે છે.  પ્લેન્ક એ એબીએસ માટે એક ખાસ કસરત છે અને જ્યારે પણ તમે થોડા સમય માટે પ્લેન્ક કરવાનું શરૂ કરો છો, તો ધીરે ધીરે પેટની ચરબી ઉતરવા લાગે છે.  આ માટે તમારા પેટ પર સૂઈ જાઓ અને તમે કોણી ઉભા થઇને પગની આંગણીઓ અને અંગૂઠા પર ઉભા થાવ આ  રીતે    આખા શરીરનું વજન ઉઠાવવાનો  પ્રયાસ કરો.


હાફ ગેટ-અપ



  • જો તમને સિટ-અપ્સ કરવાનું ગમતું હોય તો તમને આ કસરત ચોક્કસ ગમશે.

  • આ કરવા માટે, જમીન પર બેસો અને તમારા હાથમાં એક બોલ લો.

  • બોલને હાથમાં લઈને, હાથને ઉપર ઉઠાવો, તમારા જમણા ઘૂંટણને વાળો, હવે બીજા પગને સંપૂર્ણપણે જમીન પર ફેલાવો.


આ સ્થિતિમાં રહીને હવે સૂઈ જાઓ અને અડધા રસ્તે જ ઉઠો. ઉઠતી વખતે બોલને જમણા હાથમાં રાખો અને બીજો હાથ જમીન પર સીધો રાખો. ધ્યાનમાં રાખો કે બંને હાથ વડે સીધી રેખા બનાવવી જોઈએ.


Weight loss: મેદસ્વીતાથી પરેશાન છો? આ 5 ફળોને ડાયટમાં કરો સામેલ ઝડપથી ઘટશે વજન


મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન રહે છે. અલગ-અલગ નુસખ્ખા અજમાવ્યાં બાદ પણ મેદસ્વીતાથી રાહત નથી મળતી. કેટલાક ફળો એવા છે, જે વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. જે શરીરને હાઇડ્ઇટ રાખે છે. તરબૂચમાં ફાઇબર વધુ અને કેલેરી ઓછી હોય છે. તરબૂચ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. મીઠું ખાવાની ઇચ્છા પણ નથી થતી. તરબૂચમાં સી,એ, મેગ્નેશિયમ, પોટેશિયમ, લાઇકોપીન હોય છે. બધી જ વસ્તુ વજન ઓછું કરવામાં મદદ કરે છે.

પપૈયુ વજન ઓછી કરવામાં કારગર છે. તે પોટેશિયમ, આયરન, મિનરલ્સ અને ફોસ્ફોરસથી ભરપૂર હોય છે. તે પાચન તંત્રને પણ મજબૂત કરે છે. વસા ખૂબ ઓછું હોય છે. પેટ ફુલવાની સમસ્યાને દૂર કરે છે.

કાકડી પણ વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે કારગર છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલ રાખે છે. તે પાણીથી ભરપૂર હોવાથી હાઇડ્રેઇટ પણ રાખે છે.

કેટલાક લોકોને લાગે છે કે, કેરી ખાવાથી વજન વધે પરંતુ આ સાચું નથી. કરી વજનને નિયંત્રિત રાખે છે. કેરીમાં બાયોએકટિવ યોગિક અને ફાઇટોકેમિકલ હોય છે. જે વસા કોશિકાને દબાવવાની ક્ષમતા રાખે છે.

બીટમાં કેલેરી ઓછી હોય છે, બીટ ફાઇબરથી પણ ભરપૂર છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. બીટનું જ્યુસ હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં ફેટ બિલકુલ જ નથી હોતું. બીટનું જ્યુસ પીવાથી આપ દિવસભર એક્ટિવ રહો છે અને થકાવટ નથી લાગતી