Belly Fat: વેલેન્ટાઈન ડે પહેલા  પહેલા, તમે તમારી દિનચર્યામાં કેટલીક આદતોનો સમાવેશ કરી શકો છો, જેની મદદથી તમે 12 દિવસમાં તમારા શરીરમાંથી એક્સ્ટ્રા ફેટને દૂર કરી શકો છો.


વેલેન્ટાઈન ડેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ કપલ્સ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે વિવિધ પ્લાનિંગમાં લાગેલા હોય છે. દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરની સામે આકર્ષક દેખાવા માંગે છે. શિયાળાની વાનગીઓ ખાવાના કારણે ઘણા લોકોની એકસ્ટ્રા ફેટ વધી ગઇ છે.  જો તમે પણ આ લોકોમાંથી એક છો તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કેટલીક ટિપ્સની મદદથી તમે પેટની ચરબીથી છુટકારો મેળવી શકશો. વેલેન્ટાઈન ડેના  પહેલા, તમે તમારી દિનચર્યામાં કેટલીક આદતોનો સમાવેશ કરી શકો છો, જેની મદદથી તમે 12 દિવસમાં તમારા શરીરમાં કેટલાક ફેરફારો જોઈ શકશો.


આ રીતે કરો એકસ્ટ્રા ફેટ ઓછું


પુષ્કળ પાણી પીવો


આપણા શરીરને પાણીની ખૂબ જરૂર હોય છે. એટલા માટે તેને સતત પીવાથી તમારી ઘણી સ્વાસ્થ્ય ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કોઈપણ વસ્તુનો અતિરેક ખતરનાક છે, તેથી દરરોજ ફક્ત 2.5-3 લિટર પાણી પીવો. વજન અને પેટની ચરબી ઘટાડવા માટે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવો. ઠંડુ પાણી પીવાનું ટાળો અને હૂંફાળું કે ગરમ પાણી જ પીવો. કારણ કે તે તમારી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરશે. જો તમને વધુ પાણી પીવાનું પસંદ નથી, તો હર્બલ ટી ની આદત પાડો.


 કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો


કાર્બોહાઇડ્રેટ્સનું વધુ પડતું સેવન તમારા શરીરનું વજન વધારે છે અને સ્થૂળતાનું કારણ બની શકે છે. તેથી, કાર્બોહાઇડ્રેટ ખોરાક દિવસમાં માત્ર એક જ વાર ખાઓ, જેને નાસ્તો અથવા લંચમાં લેવાનું રાખો. . રાત્રિભોજન માટે સૂપ અને સલાડનું હળવું ભોજન લો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે કાર્બોહાઇડ્રેટ્સ સંપૂર્ણપણે છોડી દેવાની જરૂર નથી. ધીમે ધીમે તેનું સેવન કરતા રહેવું જોઈએ.


રોજની કસરતની આદત બનાવો


વ્યાયામ વિના વજન ઓછું કરવું સરળ નથી. એટલા માટે તમારી દિનચર્યામાં ચોક્કસપણે કસરતનો સમાવેશ કરો પડશે. દરરોજ 30-45 મિનિટ કસરત કરો, કારણ કે તેની મદદથી તમે ઝડપથી વજન ઉતારી શકશો અને વધારાની ચરબી ઘટાડી શકશો.


ઝડપી ચાલવું


વ્યાયામ ઉપરાંત, ઝડપી ચાલવા માટે સમય કાઢો, જે તમને શરીરના દરેક સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરશે. દરરોજ સવારે અથવા સાંજે 45 મિનિટ માટે ઝડપી વૉકિંગ કરો. આ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.