High Cholesterol In Winter:આજની ભાગદોડ વાળી લાઇફસ્ટાઇલની દેણ હાઇ કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલમાં બે પ્રકાર હોય છે. હતા ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડવાળા કોલેસ્ટ્રોલ કો હાઈ ડેન્સીટી લિપોપ્રોટીન (HDL) કહે છે. તે બ્લડ સર્ક્યુલેશન અને ટીશ્યુજ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. તો બેડ કોલેસ્ટ્રોલને ડેન્સીટી લિપોપ્રોટીન (LDL) કહે છે. જે હાર્ટની આર્ટરીજમાં જમા થાય છે.જેના કારણે હાર્ટ સંબંઘિક સમસ્યા થાય છે.
બેડ કોલેસ્ટ્રોલ વધતા શું સમસ્યા થાય છે?
શરીરમાં સેલ્સ બનવાથી લઇને વિટામીન અને હૉર્મોનલ બદલાવમાં કોલેસ્ટ્રૉલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. શરીરમાં કોલેસ્ટ્રૉલના કારણથી અનેક રીતે ફેરફાર થાય છે. સેચુરેટેડ ફેટવાળી વસ્તુઓ જેમ કે પામ ઓયલ, નારિયલ તેલ, રિફાઇન્ડ ઓયલ સે બનેલી વસ્તુઓ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. બૅડ કોલેસ્ટ્રૉલનું સ્તર વધવાથી હાર્ટ અટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોર્કનું જોખમ વધી રહ્યું છે. ખરાબ લાઈફસ્ટાઈલ બેડ કોલેસ્ટરોલની દેણ છે. જેના કારણે ઘણી બધી બીમારીઓ જેવી કે હાર્ટ અટેક, હાર્ટ ફેલિયર, સ્ટ્રોકના કેસ વધી રહ્યાં છે. આ સ્થિતિથી બચવા અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા શું કરવું જાણીએ
બેડ કોલસ્ટ્રોલ આપની અનિયમિત અને અનહેલ્ધી આહાર શૈલીની દેણ છે. તો જાણીએ આ સ્થિતિ બચવા માટે કેવું ડાયટ લેવું જોઇએ.
દલિયા
દલિયા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કેસ દલિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે એલડીએલને ઘટાડે છે. દલિયા સિવાય આખા અનાજ અથવા અંકુરિત અનાજ, સફરજન અને શેરડી પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ ચીજોને નાસ્તામાં સામેલ કરો.
ઓમેગા -3 ફેટી એસિડ
માછલી, સરસવનું તેલ, અળસીના બીજ, ચિયા સીડ્સ, ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આમાં ગૂડ કોલેસ્ટ્રોલ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુડ કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે આ વસ્તુઓમાં જોવા મળે છે, જેમ કે સૅલ્મોન, ટુના માછલી. શિયાળામાં ચિયા સીડ્સ, રાગી, અળસીના બીજ, જુવાર, બાજરી ને ડાયટમાં સામેલ કરો.
સૂકા ફળો
અખરોટમાં સારું કોલેસ્ટ્રોલ હોય છે. તે મલ્ટીવિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. પરંતુ બદામ વધારે ન ખાવી જોઈએ
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.