Nasal Vaccine: નેઝલ વેક્સિનને  ભારત બાયોટેક અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીએ મળીને બનાવેલ છે. ભારતમાં તેને બૂસ્ટર ડોજની રીતે આપવામાં આવશે.


Covid Nasal Vaccine: ચીનમાં કોરોના થી હાહાકાર વચ્ચે ભારત સરકાર હવે દરએક પગલું સાવચેતી થી મૂકી રહી છે. કેન્દ્ર કોરોનાના દરેકચાઇના માં કોરોના થી હાહાકાર વચ્ચે ભારત સરકાર હવે હર એક પગલું સાવચેતી થી રાખ રહી છે. કેન્દ્ર કોરોનાના જોખમથી બચવા તૈયારી કરી રહી છે. હવે ભારતમાં ફરી એક વાર કોરોના વેક્સિનેશન પર સરકારનો પૂરું ધ્યાન કેન્દ્રિત છે. આજથી  Nasal Vaccine (નાકની રસી)ને Co-Win પોર્ટલમાં સામાવેશ કરી લેવામાં આવશે. પહેલા તમને જણાવી દઈએ કે નેજલ વેક્સિન શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે.


તેને  એક બૂસ્ટર ડોજ કે રીતે આપવામાં આવશે. ભારત બાયોટેકની આ  Nasal Vaccineનું નામ iNCOVACC છે. આ વેક્સિનને ભારત બાયોટેક અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીએ મળીને બનાવેલ છે અને આ ટ્રાયલના ત્રણ ભાગ પછી અસરકારક સાબિત થઈ છે. આ જ કારણ છે કે કોરોનાના જોખમ વચ્ચે તેનો  હવે Co-Win પોર્ટલમાં સમાવેશ થયો છે.


 કેવી રીતે થશે તેનો ઉપયોગ?


જ્યારે પણ કોઈ વૈક્સીનની વાત આવે છે તો મગજમાં તેની છાપ બેનેલી હોઈ છે કે બાવડા પર અથવા શરીરના કોઈ પણ ભાગ પર સોઈથી લગાવવામાં આવશે. પરંતુ નેજલ વેક્સિનને હાથ પર મૂકવાની જગ્યાએ નાકમાં આપવામાં આવશે. આ વેક્સિનને નાકથી આપવાને લીધે તે ઘણી તે અસરકારક સાબિત થશે.


શું નેજલ વેક્સિનથી ટળશે કોરોનાનું જોખમ?


ભારત બાયોટેકની આ વેક્સિનની ત્રણ વાર ટ્રાયલ થયેલ છે. ખાસ વાત એ છે કે ત્રણ ટ્રાયલ બાદ તે અસરકારક સાબિત થઈ છે. પહેલા ફેઝના ટ્રાયલમાં 175 અને બીજા ફેઝના ટ્રાયલમાં 200 લોકો સામેલ હતા. ત્યારબાદ ત્રીજા ફેઝના ટ્રાયલ બે તબક્કામાં થયુ,પહેલા 3,100 અને પછી  875 લોકો પર અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલામાં તેને બે ડોઝવાળી વેકસીનની રીતે અને બીજામાં બુસ્ટર ડોઝની જેમ આપવામાં આવ્યો.