Weight Loss vs Fat Loss : સ્થૂળતા વધવાથી શરીરને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોના કારણે લોકો વધુને વધુ મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે. ઓફિસમાં કે ઘરમાં કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી શરીરમાં ચરબી જમા થાય છે, જેને ઘટાડવા માટે મોટાભાગના લોકોને ઘણો પરસેવો થાય છે.


જો કે કેટલીકવાર ખોટી પદ્ધતિના કારણે વજન ઘટવાને બદલે વધી જાય છે. વાસ્તવમાં, ઘણા લોકો વજન ઘટાડવા અને ચરબી ઘટાડવા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, જેના કારણે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વજન ઘટાડવા અને ચરબી ઘટાડવામાં શું તફાવત છે.


વેઇટ વોસ અને ફેટ લોસ વચ્ચેનો તફાવત


સ્થૂળતા ઘટાડવા માટે માત્ર વજન ઘટાડવું યોગ્ય નથી. આ પ્રક્રિયામાં શરીરના વજનમાંથી સ્નાયુઓ, પાણી, ગ્લાયકોજેન અને ચરબી ઘટે છે. જ્રયારે વેઇટ લોસમાં  તે શરીરમાં પહેલાથી જ સંગ્રહિત શરીરની ચરબીને ઘટાડે છે, તેથી તે વધુ સારું માનવામાં આવે છે. તેથી જ ફિટ રહેવા માટે વ્યક્તિએ વજન ઘટાડવા પર નહીં પરંતુ ચરબી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.


કેવી રીતે ચરબી ગુમાવવી, સ્નાયુઓને બચાવવા


પ્રોટીનયુક્ત આહાર લો


પ્રોટીન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. તે સ્નાયુઓને જાળવી રાખવા અને નવા સ્નાયુઓ વિકસાવવાનું કામ કરે છે, જે વજન ઘટાડવા દરમિયાન મદદરૂપ થાય છે.


કસરત કરો


તમે દરરોજ કસરત કરીને તમારા સ્નાયુઓને ઢીલા થતા અટકાવી શકો છો. આ ચરબી ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે     જો મેદસ્વી લોકો અઠવાડિયામાં ત્રણ વખત કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ કરે છે,  તેનાથી  મસલ્સ લોસથી બચી શકાય છે.


ઓછી કેલરીયુક્ત ફૂડ


વજન કે સ્થૂળતા ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો જોઈએ. કેલરી ઘટાડીને અને કસરત કરીને વજન ઓછું કરી શકાય છે. તમે તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ, લીન પ્રોટીનયુક્ત ફૂડનો સમાવેશ કરો. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો