Health Tips: ભારતના કોઈપણ ખૂણામાં જાઓ, રોટલી ફક્ત ખોરાક જ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક પરંપરાઓનો અભિન્ન ભાગ છે. મોટાભાગના ભારતીય ઘરોમાં ઘઉંની રોટલી ખાવામાં આવે છે. તે કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે દિવસ માટે ઉર્જા પૂરી પાડે છે. તમે એ પણ જોયું હશે કે રાત્રે 2-4 રોટલી ઘણીવાર વધે છે, જેને મોટાભાગના ઘરોમાં વાસી રોટલી માની ફેંકી દેવામાં આવે છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તો ચાલો જાણીએ કે વાસી રોટલી કયા પોષક તત્વો ધરાવે છે.

Continues below advertisement

વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે

રેજીસ્ટેંટ સ્ટાર્ચ

Continues below advertisement

જ્યારે રોટલી ઠંડી થાય છે, ત્યારે તેમાં રહેલો સ્ટાર્ચ 'રેજીસ્ટેંટ સ્ટાર્ચ' માં ફેરવાય છે. આ ફાઇબર જેવું કાર્ય કરે છે અને નાના આંતરડામાં પચવાને બદલે મોટા આંતરડામાં જાય છે, જ્યાં તે સારા બેક્ટેરિયા માટે ખોરાક બને છે.

વિટામિન્સ અને મિનરલ્સ

વાસી રોટલી માં વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. તેને વિટામિન B1, B3 અને B6 નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં આયર્ન પણ હોય છે, જે વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, જે હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

પ્રોબાયોટિક્સ

12-15 કલાક રોટલી વાસી રહે તો તેમાં હળવા આથાની પ્રક્રિયા શરૂ થાય છે, જે ગૂડ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ બેક્ટેરિયા સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ફાઇબર

તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે કબજિયાત અને ગેસની સમસ્યાઓમાં રાહત આપે છે.

વાસી રોટલી ખાવાના ફાયદા

બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

વાસી રોટલીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે, જે સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પાચન સુધારે છે

સારા બેક્ટેરિયા અને ફાઇબરથી ભરપૂર, વાસી રોટલી પેટની સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી ગેસ, કબજિયાત અને અપચોમાં રાહત મળે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.