Diet plan: બાળકોના માનસિક અને શારિરીક વિકાસ માટે પ્રોટીન, જરૂરી ફેટી અસિડ, કેલ્શિયમ,મેગ્નેશ્યિમ, જિંક મિનરલની જરૂર હોય છે.જેથી આ તેમના ડાયટમાં વિટામિન મિનરલ યુક્ત આહાર સામેલ કરવો જોઇએ. ફળ, શાકભાજી, પનીર, દૂધ ભરપૂર માત્રામાં આપી શકાય
20થી 40 વર્ષના તબક્કામાં વધતી ઉંમર સાથે એ પ્રકારના પોષણની જરૂર હોય છે. જે શરીનું સ્વાસ્થ્ય બનાવી રાખવામાં અને બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. આ અવધિ સમયમાં પુરૂષ અને સ્ત્રીઓને અલગ-અલગ પોષણ સંબંધિત જરૂરિયાત હોય છે.જેમકે મહિલાઓને પુરૂષની તુલનામાં આયરની વધુ જરૂર રહે છે.
40 બાદ મેટોબોલિઝમ પરિવર્તિત થાય છે. જે મુજબ પોષણ સંબંધિત જરૂરિયાત પણ બદલે છે. ડાયટિશ્યન અનુસાર આપણે આપણા આહારમાં સારા ફાઇટોન્યુટ્રિએન્ટસ, સારા એન્ટીઓક્સિડન્ટને સામેલ કરવા જોઇએ. જે આપણી પાચન ક્રિયાને દુરસ્ત રાખવાની સાથે ઇમ્યુનિટિને પણ બૂસ્ટ કરવાની કામ કરે છે.
એક્સર્ટ અનુસાર હોર્મોનલ પરિવર્તનના કારણે આ ઉંમરમાં ઓસ્ટોયોપોરેસિસ, હાઇબ્લડ પ્રેશર અને હૃદયરોગનું જોખમ વધી જાય છે. આ તમામ જોખમથી દૂર રહેવા માટે પોષણયુક્ત બેલેન્સ્ડ ડાયટ લેવાનો આગ્રહ રાખો. આ સમયે મૂડ સ્વિંગ પણ થાય છે. આ સમયે નટસને ડાયટમાં સામેલ કરો. એન્ટીઓક્સિડન્ટસ, ફાઇટોન્યુટ્રિએન્ટસ અને આયરનથી ભરપૂર ફળો અને શાકભાજીને ડાયટમાં સામેલ કરો. અવોકાડો, બેરીઝ અને લીલી શાકભાજી લઇ શકો છો.
આપને ડોક્ટર્સને કહેતા સાંભળ્યું હશે કે બેલેસ્ડ આહાર લેવો જોઇએ. એક સ્વસ્થ જીવન શૈલી માટે સંતુલિત પોષણયુક્ત આહાર જરૂરી છે. એક પ્રોપર મીલ પ્લાનને ફોલો કરવાથી આપના શરીરમાં વજન મેન્ટેઇન કરવાની સાથે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય પ્રકારના કેન્સર જેવા ક્રોનિક ડીસિઝના જોખમને પણ ઓછું કરી શકાય છે.
ડાયટમાં સામેલ કરો ફળો
ફળમાં પર્યોપ્ત માત્રામાં પોષકતત્વો હોય છે. ફળ આપણી સ્વીટ ખાવાની ઇચ્છાને ઓછી કરે છે. આર્ગેનિક ફળો લેવાનો આગ્રહ રાખો. જેમાં નેચરલ શુગર અને ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની ઇમ્યુનિટિને સ્ટ્રોન્ગ કરે છે. જો કે ડાયાબિટિસના દર્દીએ ડોક્ટરની સલાહ મુજબ જ ફળો લેવા જોઇએ.
Health Tips: ડાયટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તેને અસરકારક બનાવવા માટે પહેલા કરો આ 4 કામ
તંદુરસ્ત રહેવા માટે, તમારા આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે ડાયટિંગ કરવાનું મન બનાવી લીધું હોય તો તે પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઇએ.
આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા શરીર માટે માત્ર ઇંઘનનું કામ નથી કરતો.પરંતુ તે શરીરને સ્વસ્થ રાખવા પણ જરૂરી છે. તેથી, જ્યારે તમે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો છો, ત્યારે તે તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ ફરક પાડે છે. ઘણી વખત લોકો પોતાનું વજન ઘટાડવા કે વધારવા અથવા અન્ય કોઈ કારણસર ડાયટિંગ કરવાનું શરૂ કરે છે.
અલબત્ત, સ્વસ્થ રહેવા માટે ડાયટિંગ કરવું આવકાર્ય છે પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તેને જાતે જ તે લેવાનું શરૂ કરવું જોઈએ. જો તમે ખરેખર તમારા ડાયટિંગના શ્રેષ્ઠ પરિણામ ઇચ્છો છો તો તેને યોગ્ય રીતે શરૂ કરવું પડશે. જ્યારે તમારી શરૂઆત સારી હશે, તો તમારી સફળતા મળવાની શક્યતાઓ પણ ઘણી વધી જશે.
આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ડાયટિંગની શરૂઆત કરો છો. તે પહેલા એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. . જ્યારે તમે રક્ત પરીક્ષણ કરાવો છો, ત્યારે તે તમને જણાવે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વિટામિન ડી, વિટામિન બી 12 નું સ્તર કેટલું છે અને ક્યાં વિટામિનની ઉણપ છે. શરીરનું સત્ય તમારી સામે આવી જાય, બાદ એ મુજબ જ ડાયટ પ્લાન કરવું જોઇએ.
ઘણી વખત લોકો કોઈ બીજાના ડાયટિંગની અસર જોઇનેને ખુદ પર પણ અજમાવે છે. ખરેખર આ સ્થિતિ આદર્શન નથી કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ સમાન નથી હોતી. તમારે પહેલા ડાયટિશિયનને મળવું જોઈએ. જ્યારે તમે કોઈ ડાયેટિશિયન અથવા નિષ્ણાતને મળો છો, ત્યારે તે તમારી જીવનશૈલી, ખાવાની આદતો, ખાવાની રીત અને સમસ્યાઓ વગેરેને વધુ સારી રીતે સમજીને તમારા માટે વધુ સારો ડાયેટ પ્લાન તૈયાર કરી શકે છે.
જ્યારે તમે તમારા નિયમિત દિનચર્યાની બહાર ડાયેટિંગ કરો છો ત્યારે તે સરળ નથી. તમે શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હશો, પરંતુ થોડા સમય પછી તમને ઘણી અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. એક સમય એવો આવશે જ્યારે તમે કંઈક એવું ખાવા ઈચ્છશો જે તમારા ડાયટ પ્લાનમાં નથી. તેથી, ડાયટિંગ શરૂ કરતા પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. તમારે એ સમજવાની જરૂર છે કે, ડાયટને વળગી રહેવા માટે તમારે ઘણી માનસિક શક્તિની જરૂર પડશે.
જ્યારે તમે ડાયટ શરૂ કરો છો ત્યારે તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. ઑફિસ પાર્ટીઓથી લઈને રજાઓ અથવા તહેવારો આપના ડાયેટમાં ગડબડ કરી શકે છે. કેટલીકવાર બહાર નીકળતી વખતે ટ્રેક પર રહેવું મુશ્કેલ હોય છે. તેથી, તમારે અગાઉથી પ્લાન B તૈયાર કરવાની જરૂર છે. ડાયેટિંગ દરમિયાન આપ આપની જાતને રૂમમાં બંધ કરી શકતા નથી. પરંતુ તમે તમારી ખાવાની આદતોમાં સુધારો કરીને તમારી જીવનશૈલી ચોક્કસપણે સુધારી શકો છો. ઉપરાંત, ચીટ ડે અને ચી
મીલ્સનું પણ બેસ્ટ પ્લાનિંગ કરશો તો લાંબા સમય સુધી ડાયટિંગને ફોલો કરી શકશો.