Health Tips:જમ્યા પછી મીઠાઈ ખાવાથી ડાઇજેસ્ટિવ ફાયર ઓલવાઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી.
આપણે ભારતીયો ખાવા-પીવાના ખૂબ શોખીન છીએ. આ જ કારણ છે કે આપણી ખાવાની એક ખાસ શૈલી છે જેમ કે જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટ કે હોટલમાં જમવા જઈએ છીએ, ત્યારે પહેલા આપણે સ્ટાર્ટરનો ઓર્ડર આપીએ છીએ, પછી મેઈન કોર્સનો વારો આવે છે અને અંતે આપણે ડેઝર્ટ સુધી પહોંચીએ છીએ. સ્ટાર્ટર હોય કે ન હોય પરંતુ ડેઝર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે માત્ર હોટલ પૂરતું મર્યાદિત નથી.
ઘણા લોકોને મીઠાઈ ખાવાનું એટલું પસંદ હોય છે કે તેઓ દરરોજ જમ્યા પછી મીઠાઈ ખાય છે. પણ પ્રશ્ન એ છે કે ખોરાક ખાધા પછી મીઠાઈ ખાવી યોગ્ય છે કે કેમ! આ અંગે લોકોના અલગ-અલગ અભિપ્રાય છે, કેટલાક લોકોનું કહેવું છે કે જમતા પહેલા મીઠાઇ ખાવી જોઈએ, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જમ્યા પછી મીઠાઇ ખાવી જોઈએ. ચાલો જાણીએ કે મીઠાઈ કયારે ખાવી યોગ્ય છે.
મીઠાઈ ખાવી ક્યારે યોગ્ય છે?
સૌથી પહેલા તો આપણે વધુ પડતી ખાંડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી સ્થૂળતા, સુગર, કોરોનરી હાર્ટ ડિસીઝ જેવી સમસ્યાઓ થાય છે. બીજી તરફ જ્યારે વાત આવે છે કે જમ્યા પછી કે પહેલા મિઠાઈ ખાવી જોઈએ તો અમે તમને જણાવી દઈએ કે આયુર્વેદ મુજબ જો તમે જમ્યા પહેલા મીઠાઈઓ ખાઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. આ એટલા માટે છે કારણ કે મીઠાઈઓ પચવામાં વધુ સમય લે છે અને જ્યારે આપણે ભોજન પહેલાં મીઠાઈઓ ખાઈએ છીએ, ત્યારે તે પાચન સ્ત્રાવના પ્રવાહમાં વધારો કરે છે. બીજી તરફ, જો તમે ખોરાક ખાધા પછી મીઠાઈઓ ખાઓ છો, તો તે પાચનને ધીમું કરે છે. ભોજનની શરૂઆતમાં મીઠાઈ ખાવાથી, તે તમારા સ્વાદની કળીઓને સક્રિય કરે છે, જેથી તમે ભોજનનો સારી રીતે આનંદ લઈ શકો.
ખાધા પછી મીઠાઈ ખાવાની સમસ્યા
જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ ત્યારે તેને પચાવવા માટે આપણા પેટમાં પાચક અગ્નિ કામ કરે છે. જમ્યા પછી મીઠાઈ ખાવાથી આ પાચન અગ્નિ ઓલવાઈ જાય છે. જેના કારણે ખાવાનું યોગ્ય રીતે પચતું નથી અને એસિડિટી અને અપચોની સમસ્યા થઈ શકે છે. જમ્યા પછી મીઠાઈ ખાવાથી પેટમાં ગેસ થાય છે અને પેટ ફુલી જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો