Almond Vs Peanuts: બદામ અને મગફળી બંને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, પરંતુ સવાલ એ છે કે, બદામ અને મગફળીમાં શું  વધુ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર


 સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય જીવનશૈલીની સાથે યોગ્ય આહારની પણ જરૂર છે.સંતુલિત આહાર તમને અનેક રોગોથી બચાવે છે. આ જ કારણ છે કે લોકો આહારમાં અખરોટનો સમાવેશ કરે છે. કેટલાકને બદામ પસંદ છે તો  કેટલાક મગફળી ખાવાનું પસંદ કરે . બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ લોકોને વારંવાર પ્રશ્ન થતો હોય છે કે, બદામ અને મગફળી વચ્ચે કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે. તો આવો જાણીએ બેમાંથી કયું શ્રેષ્ઠ છે...


કયું વધુ ફાયદાકારક છે, મગફળી કે બદામ?


બદામના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, વિટામિન ઈ, કોપર, ફોસ્ફરસની સાથે મેગ્નેશિયમ પણ હોય છે. બીજી તરફ, મગફળીની વાત કરીએ તો તેમાં વિટામિન B, થાઇમીન, વિટામિન B6, B9, એન્ટીઑકિસડન્ટ સહિત ઘણા ખનિજો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે મુઠ્ઠીભર બદામ અને મગફળીને સમાન માત્રામાં લો છો, તો શેકેલી બદામમાં લગભગ 170 કેલરી, લગભગ 6 ગ્રામ પ્રોટીન અને 3 ગ્રામ ફાઈબર હશે.


જ્યારે મગફળીમાં લગભગ 166 કેલરી, લગભગ 7 ગ્રામ પ્રોટીન અને લગભગ 2 ગ્રામ ફાઇબર હશે. આનો અર્થ એ થાય છે કે, મગફળી વિટામિન Bની દ્રષ્ટિએ વધુ સારી છે. જ્યારે બદામ વિટામિન E માટે વધુ સારી પસંદગી છે. મગફળી અને બદામ બંને સ્વાસ્થ્ય માટે સારા છે.


 ક્યારે સેવન કરવું યોગ્ય રહેશે?



  • બદામ અને મગફળી બંનેમાં વિટામિન E હોય છે. જો તમને તેની વધુ માત્રા જોઈતી હોય તો તમારે બદામ ખાવી જોઈએ.

  • બીજી તરફ, જો તમે ફોલેટ અને નિયાસિન જેવા B વિટામિન્સ સપ્લાય કરવા માંગતા હો, તો તમારા માટે મગફળી ખાવી વધુ સારું રહેશે કારણ કે તેમાં B વિટામિન્સની માત્રા વધુ હોય છે.

  • મેગ્નેશિયમની દ્રષ્ટિએ, બદામ મગફળી કરતાં વધુ સારી છે, તમે મગફળી કરતાં બદામમાંથી વધુ મેગ્નેશિયમ લઈ શકો છો.

  • જો તમે આયર્ન અને કેલ્શિયમ માટે બદામ ખાઓ તો સારું રહેશે, કારણ કે આ બંને તત્વો મગફળી કરતા બદામમાં 2 ગણા વધુ છે.  ઝીંકની દ્રષ્ટિએ બંને સમાન છે.

  • ફેટની વાત કરીએ તો, બંને વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. હૃદયની તંદુરસ્તી માટે તમે બેમાંથી કોઈ એક ખાઈ શકો છો. જો કે અનેસેચુરેટેડ ફેટના કારણે  કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝનું જોખમ ઓછું રહે છે

  • બદામની સરખામણીમાં મગફળીની એલર્જી લોકોને પરેશાન કરી શકે છે. જ્યારે બદામથી એલર્જી ઓછી થાય છે. આ રીતે, તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને આધારે, બદામ અથવા મગફળી તમારા માટે આરોગ્યપ્રદ રહેશે.