Gym Exercise: જીમમાં વર્કઆઉટ કરતી વખતે હૃદય પર કેવી રીતે સીધી અસર પડે છે. સિમ્બાયોસિસ હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અંકુર ફાટેરપેકરે આ અંગે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું શુક્રવારે જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે 46 વર્ષની વયે નિધન થઇ ગયું. ગયા વર્ષે અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, અભિનેતા દીપેશ ભાન પણ વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા હતા, તો શું જીમ હવે જીવલેણ બની ગયું છે? શું જીમમાં હાર્ડ વર્ક આઉટ નુકસાનકારક છે? શું જીમ દરમિયાન આપવામાં આવતી સપ્લિમેન્ટ્સ જીવલેણ છે? જીમમાં વર્કઆઉટ કરતી વખતે તમને હાર્ટ એટેક કેમ આવે છે? આ રિપોર્ટમાં તમે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અંકુર ફુટરપેકર પાસેથી જાણીએ
વાસ્તવમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, જીમમાં વર્કઆઉટ દરમિયાન પણ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે હૃદય પર કેવી રીતે સીધી અસર પડે છે. સિમ્બાયોસિસ હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અંકુર ફાટેરપેકરે આ અંગે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
ડો. અંકુરે જણાવ્યું કે, અચાનક હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ વધુ વર્કઆઉટ કરવું અથવા રૂટીનમાં ન રહેતા અચાનક વધુ કસરત કરવી છે. તેમણે કહ્યું કે, લોકોએ થોડા મહિનાના અંતરાલમાં રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ. સપ્લીમેન્ટ્સ લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. ડૉક્ટરે કહ્યું, "ઘણા લોકો તપાસ કર્યા વિના જ સપ્લિમેન્ટ્સ વધારે લે છે. 90 ટકા લોકો એવું વિચારે છે કે તેમને એસિડિટીને કારણે છાતીમાં દુખાવો થાય છે, પરંતુ એવું નથી. કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું હોઈ શકે છે, તેથી રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.
જિમ જનાર લોકોને ડૉ.અંકુરની સલાહ
ડો.અંકુરે જણાવ્યું કે, જીમમાં જતી દરેક વ્યક્તિએ ડાયેટ ચાર્ટ ફોલો કરવો ફરજિયાત છે. જિમ જવાનો મુખ્ય ઉદેશ હેલ્ધી રહેવું છે. તેના માટે હેલ્થી ડાયટ પણ જરૂરી છે. સંજય ચવ્હાણ, જેઓ કન્સલ્ટન્ટ છે, તેઓ જીમમાં જનારાઓને આહારની સલાહ આપે છે. તેણે કહ્યું કે બોડી જીમમાં નથી બનતી, બોડી ડાયટથી બને છે. અમારી સલાહ છે કે, એક જ સમયે ઠાંસી-ઠાંસીને ખાવાને બદલે ર બે કલાકે થોડું-થોડું ખાવું જોઇએ. ડોક્ટરે વધુમાં કહ્યું કે, જે લોકોને ખોરાકમાંથી પ્રોટીન ઓછું મળે છે તે માટે અમારા હિસાબે સપ્લીમેન્ટ્સ લેવા જરૂરી છે. તેઓ આ પ્રોટીન સપ્લીમેન્ટ્સમાંથી મેળવી શકે છે, પરંતુ બધું એક મર્યાદામાં થવું જોઈએ. જો તે મર્યાદા કરતાં વધી જાય તો તે નુકસાનકારક બની શકે છે.
'સ્ટીરોઈડ સપ્લિમેન્ટ્સ હાનિકારક'
તેમણે કહ્યું કે સ્ટીરોઈડ સપ્લીમેન્ટ્સ પહેલાથી જ હાનિકારક હતા, પરંતુ તેમાં પણ આજકાલ માર્કેટમાં સ્ટેરોઈડ અને સપ્લીમેન્ટની ડુપ્લીકેટ આવી ગઈ છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણી શકાય. જીમના માલિકો અને ટ્રેનર્સની પણ જવાબદારી છે કે તેઓ તેમના ગ્રાહકોની સંપૂર્ણ મેડિકલ રિપોર્ટ ચેક કર્યાં બાદ જ એન્ટ્રી આપે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.