Heart Attack In Young Women:તાજેતરના અભ્યાસો સ્પષ્ટપણે દર્શાવે છે કે, 40 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં હૃદયરોગનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સતત તણાવપૂર્ણ જીવનશૈલી, ઊંઘનો અભાવના કારણે હોઇ શકે છે. સ્ત્રીઓ ઘણીવાર શરૂઆતના લક્ષણોને અવગણે છે, જેમ કે સતત થાક, શ્વાસ લેવામાં તકલીફ, અથવા થોડું ચાલ્યા બાદ શ્વાસ ચઢવો, સ્ત્રીઓ ઘણીવાર આ લક્ષણોને સામાન્ય તણાવ, નબળાઇ અથવા આહાર સંબંધી સમસ્યાઓ સમજી લે છે, જેના કારણે સારવારમાં વિલંબ થાય છે.
કાર્ડિયોલોજીસ્ટ ડૉ. નવીન ભામારીએ TOI માં એક લેખમાં લખ્યું છે કે, હૃદયરોગના હુમલા હવે ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત નથી. ડોકટરોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાન સ્ત્રીઓમાં હાર્ટ બ્લોકેજ અને હાર્ટ અટેક બંને ઝડપથી વધી રહયં છે. કામના વધુ કલાકો, અનિયમિત દિનચર્યાઓ, અપૂરતી ઊંઘ તેના મુખ્ય કારણો છે. સૌથી મુશ્કેલ બાબત એ છે કે, યુવાન સ્ત્રીઓ ઘણીવાર ખ્યાલ પણ નથી રાખતી કે, તેઓ જે અનુભવી રહી છે તેનું મૂળ હૃદય સાથે સંબંધિત હોઈ શકે છે.
આ સંકેતોને મહિલાઓ કરે છે ઇગ્નોર
થોડા કામે વધુ થકાવટ
સીઢિયો ચઢતા શ્નાસ ચઢવો
જડબા અને પેટમાં દુખાવો
ચક્કર આવવા, પસીનો થવો
ઉલ્ટીઓ થવી,. છાતીમાં ગભરામણ
40 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓ આ ચિહ્નોને કેમ નથી ઓળખી શકતી
ઘણીવાર સ્ત્રીઓને એવું માની લે છે કે, વધુ કામ, ઊંઘનો અભાવ અથવા માનસિક તણાવ તેમની બધી સમસ્યાઓનું કારણ છે. બીજું સૌથી સામાન્ય કારણ એ ગેરસમજ છે., "મારી ઉંમરે મને હૃદયની સમસ્યાઓ કેવી રીતે થઈ શકે?" આ વિચાર તેમની હોસ્પિટલ મુલાકાતમાં વિલંબ કરે છે. ત્રીજું કારણ હોર્મોનલ સમસ્યાઓ અને એનિમિયા છે. PCOS, થાઇરોઇડ અને ઓછું હિમોગ્લોબિન યુવાન સ્ત્રીઓમાં સામાન્ય છે અને હૃદય પર વધારાનો તાણ લાવી શકે છે. ચોથું કારણ આરોગ્ય તપાસ ન કરાવવી છે. ઘણી સ્ત્રીઓ ફિટનેસ માટે સક્રિય રહેવાને ભૂલ કરે છે અને નિયમિત તપાસ કરાવતી નથી. ધૂમ્રપાન અને અયોગ્ય ફિટનેસ પ્રેક્ટિસ પણ પરિબળો છે. આપણે જોઇએ છે આ કારણે જ જિમમાં એક્સરસાઇઝ કરતા કેટલાક લોકોનું હાર્ટ અટેકથી ડેથ થઇ જાય છે. ક્રેશ ડાયેટ અને ઓવરટ્રેનિંગ પણ હૃદય રોગનું જોખમ વધારે છે.
આ વલણ ચિંતાનું કારણ કેમ છે?
ભારતમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં લગભગ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. યુવાન સ્ત્રીઓ ઘણીવાર તેમના લક્ષણોને તણાવ અથવા ગેસનું કારણ ગણીને અવગણે છે, જેના કારણે સારવારમાં વિલંબ થાય છે.
સ્ત્રીઓએ શું કરવું જોઈએ?
શ્વાસ લેવામાં તકલીફ, અસામાન્ય થાક, અથવા છાતી અથવા શરીરના ઉપરના ભાગમાં દબાણ જેવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં. નિયમિત આરોગ્ય તપાસનું સમયપત્રક બનાવો, નિયમિત ઊંઘ લો. ઉપરોકોત જો કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો