Cause Of Heart Attack: આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ તણાવ અને આપણી જીવનશૈલી છે. જાણો કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ?


હાર્ટ એટેક એ સૌથી ખતરનાક બિમારીઓમાંની એક છે. હાર્ટ એટેકનું નામ સાંભળતા જ હૃદયના ધબકારા આપોઆપ વધી જાય છે. હાર્ટ એટેકના મોટા ભાગના કેસમાં જીવ જતો રહે છે. આજકાલ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે યુવાનો અને લોકોને નાની ઉંમરે હાર્ટ એટેક કેમ વધુ આવે છે. 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનું જોખમ કેમ વધી જાય છે? શું તમે જાણો છો હાર્ટ એટેકનું કારણ?


હાર્ટ અટેકના કારણો


 જીવનશૈલી
 આજકાલ આપણે જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છીએ, તે જ હાર્ટ અટેકનું કારણ બને છે. માનસિક તણાવ, ખાવા-પીવામાં બેદરકારી, ભેળસેળ યુક્ત ફૂડ, અનિંદ્રા અને ઘણી ખતરનાક હાર્ટ અટેકનું કારણ બને છે.


હાઈ બ્લડ પ્રેશર
 આજકાલ લોકો હાયપરટેન્શન અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો ખૂબ જ ઝડપથી કરી રહ્યા છે. બ્લડ પ્રેશર વધવાથી હૃદય પર દબાણ આવે છે અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે.


 સ્થૂળતા
 જો શરીરમાં કોઈ રોગ ન હોય તો સ્થૂળતા સ્વયં એક રોગ બની જાય છે. સ્થૂળતા એક એવો રોગ બની ગયો છે જે હજારો અન્ય રોગોને આમંત્રણ આપે છે. આજકાલ વર્કિંગ સ્ટાઈલને કારણે શહેરોમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. સ્થૂળતા હૃદય માટે ખૂબ જ ખતરનાક છે.


આનુવંશિક
 કેટલાક લોકોમાં હૃદય રોગનું જોખમ આનુવંશિક પણ હોય છે. પરિવારમાં હૃદય રોગની હિસ્ટ્રી હોય તો  આવા લોકોને હૃદયરોગ કે હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે.


 તણાવ


આજકાલ લોકોની જીવનશૈલીમાં તણાવ ઘણો વધી ગયો છે. પહેલા લોકો સ્ટ્રેસ વિશે જાણતા પણ ન હતા, પરંતુ હવે લોકોના જીવન સાથે એ વણાયું ગયું છે.  જ્યારે તમે ઓફિસેથી ઘરે પાછા ફરો છો ત્યારે દિવસભરનો તણાવ અને થાક ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. હાર્ટ એટેકનું આ એક મોટું કારણ છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.