Hair fall Treatment: વાળ ખરવાની સમસ્યા અને ખાસ કરીને ટાલ પડવાની સમસ્યા  મહિલા  કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે.  તેની પાછળ શું કારણો છે, જાણીએ...મહિલાઓને વાળ ખરવાની સમસ્યા હોય છે પરંતુ ટાલ નથી પડી જતી. આ સમસ્યા પુરૂષોમાં વધુ હોય છે. આવો જાણીએ આ વિશે વિગતવાર


પુરૂષોને જ કેમ પડે તે ટાલ


પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન જોવા મળે છે અને આ હોર્મોન પુરુષોમાં વાળ ખરવાનું મુખ્ય કારણ છે. જો કે આ હોર્મોન સ્ત્રીઓમાં જોવા મળતું નથી, તેમ છતાં સ્ત્રીઓમાં પોષણના અભાવને કારણે તેમના વાળ ખરવા લાગે છે. સંશોધકોના મતે કેટલાક ઉત્સેચકો ટેસ્ટોસ્ટેરોનને ડીહાઈડ્રો-ટેસ્ટોસ્ટેરોનમાં રૂપાંતરિત કરે છે અને ડીહાઈડ્રો-ટેસ્ટોસ્ટેરોન વાળને પાતળા અને નબળા બનાવે છે.


જેનેટિક અલોપેશિયાના કારણે ખરે છે વાળ


પુરુષોમાં ટાલ પડવાનું કારણ આનુવંશિક પણ હોઈ શકે છે. કારણ કે શક્ય છે કે પિતાને આ સમસ્યા હોય તો પુત્ર પણ  ટાલનો શિકાર બની શકે છે. જે પુરૂષોમાં નેઇલ હોર્મોન્સ વધુ હોય છે અને એટલે કે પુરૂષવાચી હોર્મોન્સ હોય છે તેમને પણ વાળ ખરવાની સમસ્યા વધુ હોય છે. તેને એન્ટરજેનેટિક એલોપેસીયા પણ કહેવામાં આવે છે. ઉંમર સાથે વાળની ​​સંખ્યા ઘટતી જાય છે. વાળ ખરવાની સમસ્યા એ લોકોમાં વધુ જોવા મળે છે જેમના પિતા અને ભાઈના વાળ ખરતા હોય છે.


50 સુધીની ઉંમરે પહોંચતા પુરૂષોને 50 પ્રતિશત વાળ ખરી જાય છે


 આજકાલ પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યા પહેલા પણ થતી હતી પરંતુ હવે તેની સંખ્યા ઘણી વધી ગઈ છે. તબીબી અહેવાલો અનુસાર, ભારતમાં 15 થી 30 વર્ષની વયના લગભગ 25 ટકા યુવાનઓને વાળ ખરવાની સમસ્યા રહે  છે.  જ્યારે તેઓ 50 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓ 50 ટકા ટાલનો શિકાર બની જાય છે.


 પુરુષોમાં ટાલ પડવાની સમસ્યા માથાની વચ્ચેથી શરૂ થાય છે. જેના કારણે વચ્ચેનો ભાગ સાવ ખાલી થઈ જાય છે. માથાના મધ્ય ભાગમાં વાળ ખરવાના કારણે પુરુષો નાની ઉંમરે વૃદ્ધ દેખાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ટાલ પડવી અને વાળ ખરવા એ જીવનશૈલી સંબંધિત ગંભીર બીમારીઓ છે. તમારે આ રોગનું કારણ આ રીતે સમજવું જોઈએ.


 


શરીરમાં ન્યુટ્રીશિયનની કમી


જે લોકો અનહેલ્ધી ફૂડ વધુ લે છે તે પણ  પણ  વાળ ખરવાની સમસ્યાથી પિડાઇ છે.. જેમના વાળ ખરતા હોય તેઓમાં મેક્રો ન્યુટ્રિઅન્ટ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ગૂડ ફેટની ઉણપ  હોય છે. વાળ માટે આ ખૂબ જ જરૂરી પોષકતત્વ છે. આયર્ન, ઝિંક અને વિટામિન્સની કમી પણ આ મસસ્યાને નોતરે છે.  જો શરીરમાં આ પોષક તત્વોની ઉણપ હોય તો વાળ ખરવા લાગે છે.


 મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે આપણી ત્વચા અને વાળ આપણા મનના અરીસા છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય તો વાળ ખરવાની સમસ્યા થાય છે. આજકાલ પુરુષોમાં ખૂબ જ તણાવ રહે છે, તેથી માનસિક કારણોસર વાળ ખરવાની સમસ્યા થાય છે.


 ટાલ પડતી અટકાવાવ શું કરવું


જો આ સમસ્યા આનુવંશિક હોય તો તેને રોકી શકાતું નથી, પરંતુ તેના પ્રારંભમાં વિલંબ કરવા અને વાળના ફોલિકલ્સને શક્ય તેટલું સ્વસ્થ રાખવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો, જેમ કે ધૂમ્રપાન છોડવું અને વધુ ઓમેગા 3s અને ઝીંક ધરાવતો હેલ્ધી ખોરાક લેવો.  તણાવમાં ન રહવું . હેલ્થી ડાયટ પ્લાન ફોલો કરવો. ઉંઘની યોગ્ય પર્ટન ફોલો કરવી અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવાથી આ સમસ્યાને રોકી શકાય છે.