Weight loss Tips:લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે. જેમાં ખૂબસૂરત દેખાવા માટે હેલ્ધી સ્કિનની સાથે આકર્ષણ ફિગર પણ જરૂરી છે. એવા કેટલાક આયુર્વૈદિક ઉપાય છે. જેને આપ અનુસરીને 15 દિવસમાં બેલી ફેટને ઘટાડી શકો છો.


લગ્ન સરાની હાલ સિઝન શરૂ થઇ હઇ છે. જેમાં ખૂબસૂરત દેખાવા માટે હેલ્ધી સ્કિનની સાથે આકર્ષણ ફિગર પણ જરૂરી છે. એવા કેટલાક આયુર્વૈદિક ઉપાય છે. જેને આપ અનુસરીને 15 દિવસમાં બેલી ફેટને ઘટાડી શકો છો.


બેલી ફેટ ઘટાડવા માટે રોજ 12 સૂર્ય નમસ્કાર કરો. હોર્મોનલ સંતુલન, ચયાપચય અને આંતરડા દ્વારા પોષક તત્વોના શોષણ માટે સૂર્યનમસ્કાર શ્રેષ્ઠ છે. તે માનસિક સ્વાસ્થ્ય, ઊંઘને સુધારવામાં પણ મદદ કરે છે અને જે અગ્નિને પ્રદિપ્ત કરે છે. જે પેટની હઠીલા ચરબીને સરળતાથી ઘટાડવામાં મદદ કરે છે.


ગરમ પાણી તમારા ચયાપચયને સુધારે છે અને માત્ર પેટમાંથી જ નહીં પરંતુ દરેક જગ્યાએથી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તે પેટનું ફૂલવું, ગેસમાં મદદ કરે છે.


કપાલભાતિ રક્ત પ્રવાહ અને પાચનને સુધારે છે, ઉપરાંત તે ડિટોક્સ પણ કરે છે. પેટની ચરબી બર્ન કરવાની આ શ્રેષ્ઠ રીત છે. તે પીરિયડ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પ્રવાહમાં સુધારો કરે છે અને PMS નું સંચાલન કરવામાં મદદ કરે છે.


ગરમ પાણી તમારા ચયાપચયને સુધારે છે અને માત્ર પેટમાંથી જ નહીં પરંતુ દરેક જગ્યાએથી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તે પેટનું ફૂલવું, ગેસમાં મદદ કરે છે.


આપ જેટલી સારી ઊંઘ મેળવશો, તેટલું જલ્દી તમારું વજન ઘટશે. 7-8 કલાકની સારી ઊંઘ લીવર ડિટોક્સ, હોર્મોનલ બેલેન્સ, વજન ઘટાડવામાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે.


Health Tips:શરીરના આ દુખાવવામાં કારગર છે લસણની કળીનો ઉપાય, આ રીતે અજમાવી જુઓ


Health Tips: ડુંગળીનો રસ કાનમાં નાખવાથી કાનમાં દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. દુખાવાનો કારણો અને અન્ય ઉપાય જાણીએ


શિયાળાની સિઝન આમ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ તે અનેક બીમારીઓને પણ લઇને આવે છે. શરદી, ઉધરસ, તાવ, શિયાળામાં કાનના દુખાવાની સમસ્યા સામાન્ય છે. જો કે કેટલાક લોકો તેને અવોઇડ છે. આજે અમે આપને દુખાવાના કારણો અને તેના સરળ ઉપાય જણાવીશું.


સામાન્ય રીતે જોવા મળે છે કે, કાનના દુખાવાની શિયાળાની સમસ્યા વધી જાય છે. તેનું મુખ્ય કારણ શરદી છે. શરદીના કારણે નાકથી કાન સુધી આવનાર યૂસ્ટેકિયન ટ્યૂબમાં સંક્રમણ ફેલાય જાય છે. તેના કારણે કાનમાં દુખાવાની સમસ્યા સર્જાય છે.


કાનમાં દુખાવો મહેસૂસ થતાં લસણના તેલનો પ્રયોગ પણ કરી શકો છો. તેના બનાવવા માટે આપ તેલમાં લસણના કળી નાખીને તેને ગરમ કરી લો, બાદ આ તેલ હુંફાળુ થયા બાદ તેના બે ડ્રોપ્સ કાનમાં નાખો, દુખાવાથી તરત જ રાહત મળશે.


વર્ષોથીઆપણી દાદી-નાની કાનના દુખાવામાં સરસવના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપતી હતી. સરસવના તેલને સૌ પ્રથમ ગરમ કરી લો અને હૂંફાળું થયા બાદ તેને બે ટીપાં કાનમાં નાખો તેનાથી દુખાવામાં રાહત થાય છે.


ડુંગળીનો રસ કાનની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ કારગર છે. ડુંગળીનો રસ કાઢીને તેના રસને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત નાખો. તેનાથી કાનના દુખાવાની સમસ્યા દૂર થશે. જો કે ધ્યાન રાખો કે, કાનમાં માત્ર 2 ડ્રોપ્સ જ નાખવા,


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો