Weight Loss Tips:  બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે લોકો મેદસ્વી બની રહ્યા છે. ચરબીનું પ્રમાણ વધવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગ અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે.


વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ ઉપાયો અજમાવતા હોય છે. કેટલાક લોકો ડાયેટિંગ કરે છે તો ઘણા લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. પરંતુ તમે કસરત અને ડાયેટિંગ વગર પણ વજન ઘટાડી શકો છો. આ માટે તમારે જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. આવો જાણીએ કેવી રીતે વજન ઓછું કરવું.


ફાઇબર સમૃદ્ધ ફૂડ ખાવો


ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે જલ્દી ભૂખ નથી લાગતી. જો તમારે વજન ઓછું કરવું હોય તો ફાઈબરયુક્ત ખોરાકને આહારમાં સામેલ કરો. ઉદાહરણ તરીકે, પાલક, કઠોળ, બાજરી, નારંગી, સફરજન, કાચા કેળા વગેરેનો આહારમાં સમાવેશ કરી શકાય.


બ્રેકફાસ્ટ સ્કિપ ન કરો


ઘણા લોકો ઉતાવળમાં નાસ્તો છોડી દે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી વજન પણ વધી શકે છે. જો તમે સ્થૂળતા ઘટાડવા માંગતા હોવ તો પૌષ્ટિક નાસ્તો કરો. સવારના નાસ્તામાં ઓટમીલ, પોહા, મગની દાળ ચિલ્લા, દહીં વગેરેનો સમાવેશ કરી શકાય છે.


ઓવર ઇટિંગથી બચો


વજન ઘટાડવા માટે, તમે થોડા થોડા સમયના અંતરે ઓછી માત્રામાં  હેલ્ધી  ફૂડ લઇ શકો છો.એક  સમયે જ ઓવરઇટિંગ કરી લેવાની આદત વજન  વધારે  છે.


પૂરતી ઊંઘ લો અને તણાવ ટાળો


જો તમે ઓછી ઊંઘ લો છો તો સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઉંઘ ન આવવાથી સ્થૂળતાનો ખતરો વધી શકે છે. દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લો. તણાવથી બચવા માટે તમે યોગ અથવા ધ્યાન કરી શકો છો.


પુષ્કળ પાણી પીવો


પૂરતું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. પાણી પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. જેના કારણે વજન ઓછું કરવામાં સરળતા રહે છે.


ઓછી મીઠાઈઓ ખાઓ


વજન ઘટાડવા માટે, મીઠાઈને તદન બંધ કરી દો. સ્વીટમાં હાઇ કેલેરી હોય છે.  જેના કારણે શરીરમાં ચરબી વધે છે. સ્થૂળતા ઘટાડવા માટે, સોફ્ટ ડ્રિંક્સ, મીઠાઈઓ, કેક, કેન્ડી વગેરે જેવી વસ્તુઓ ખાવાનું ટાળો.


 Disclaimer:: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા કે દવા નુસખા કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા, જે તે વિષય  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.