કિડની કેન્સરને રેનલ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો ગંભીર રોગ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોને તેની અસર કરે છે. દર વર્ષે જૂન મહિનામાં 'વર્લ્ડ કિડની કેન્સર ડે' ઉજવવામાં આવે છે જેથી વધુને વધુ લોકો આ રોગ, તેના કારણો અને લક્ષણો વિશે જાગૃત થાય. આ વર્ષે 2024માં 20મી જૂને 'વર્લ્ડ કિડની કેન્સર ડે' મનાવવામાં આવશે. જેમાં આ રોગ વિશે શક્ય તેટલા વધુ લોકોને માહિતગાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી આ રોગથી પીડિત લોકો સુધી તેને લગતી માહિતી, મદદ અને સુવિધાઓ પહોંચી શકે.
કિડનીનું કેન્સર થવાના કારણો
જ્યારે કિડનીના કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે ત્યારે કિડનીનું કેન્સર થાય છે . જોકે કિડની કેન્સરનું કારણ શું છે? આ વાત હજુ જાણવામાં આવી નથી. પરંતુ એવા ઘણા બધા પરિબળો છે જેના કારણે આ રોગનું જોખમ વધે છે. જેમ કે ધૂમ્રપાન, સ્થૂળતા, હાઈ બીપી, કૌટુંબિક ઇતિહાસ, આનુવંશિકતા અને લાંબા ગાળાથી ચાલતી ડાયાલિસિસ સારવાર વગેરે.
કિડનીના કેન્સરના લક્ષણો
કિડનીના કેન્સરના શરીર પર કોઈ ચોક્કસ લક્ષણો તો દેખાતા નથી, કે જેને જોઈને જાણી શકાય કે વ્યક્તિને કિડનીનું કેન્સર છે, પરંતુ તેમ છતાં, પેશાબમાં રક્તસ્રાવ (હેમેટ્યુરિયા), પીઠ અથવા હાથમાં રક્તસ્રાવ જેવા કેટલાક લક્ષણો જોવા મળે છે.જે લક્ષણોમાં સતત દુખાવો, ગઠ્ઠો અથવા પેટમાં ભારેપણાની લાગણી અનુભવવી, અચાનક સમજાય નઇ તે રીતે વજનમાં ઘટાડો, થાક અને ક્યારેક ક્યારેક તાવનો સમાવેશ થઈ શકે છે.
કિડની કેન્સરની સારવાર
જ્યારે કિડનીનું કેન્સર તેના પ્રથમ સ્ટેજમાં હોય ત્યારે જો રોગ શોધી કાઢવામાં આવે તો ચોક્કસ પણે સારવાર શક્ય બને છે. તેથી, કિડની સંબંધિત પરીક્ષણો એટલે કે તપાસ હંમેશા કરાવવા જોઈએ. જો તમે તમારા શરીરમાં કેટલાક લક્ષણો જોઈ રહ્યા છો જે પહેલા ક્યારેય નહોતા થયા, તો આવા લોકોએ પહેલા ઇમેજિંગ સ્કેન એટલે કે સીટી સ્કેન અથવા એમઆરઆઈ અને બાયોપ્સી જેવા પ્રારંભિક ચેકઅપ કરાવવા જોઈએ.
જો કિડનીની અંદર ગાંઠ હોય તો તેની સર્જરી કરીને દર્દીનો જીવ બચાવી શકાય છે. જો કિડનીનું કેન્સર પ્રથમ સ્ટેજમાં જણાય તો તેની સારવાર દવાઓ દ્વારા જ શક્ય થઈ શકે છે.
કિડની કેન્સરનું નિવારણ અને જાગૃતિ
સારી જીવનશૈલી દ્વારા કિડનીના કેન્સરને રોકી શકાતું નથી પરંતુ તેનું જોખમ ચોક્કસ ઘટાડી શકાય છે. એક સ્વસ્થ જીવનશૈલી માટે વજનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ઉપરાંત, તમારા ખાવા-પીવાની અને સૂવાની રીતનું ખાસ ધ્યાન રાખો. જેમાં ધૂમ્રપાન, હાઈ બીપીને નિયંત્રણમાં રાખવું અને રસાયણોના સંપર્કથી પોતાને બચાવવાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. નિયમિત પરીક્ષણો, તપાસ અને સ્ક્રીનીંગ કરાવવું જોઈએ. ખાસ કરીને એવા લોકો કે જેમને કિડની કેન્સરનો પારિવારિક કોઈ ઇતિહાસ છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.