સ્મોકિંગ એક ધીમું ઝેર છે જે વ્યક્તિના જીવનને બરબાદ કરે છે અને શરીરના ઘણા અવયવોનો નાશ કરે છે. WHO અનુસાર, સ્મોકિંગ દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકોના જીવ લે છે. ફેફસાના કેન્સરના નિષ્ણાત ડૉ. જમાલ એ ખાનના મતે, સ્મોકિંગ કેન્સર જેવા અસાધ્ય રોગોનું કારણ બને છે અને દર વર્ષે લગભગ 70 લાખ લોકો મૃત્યુ પામે છે. સિગારેટ પીવી એ ફક્ત ફેફસાનું કેન્સરનું કારણ બનતું નથી પરંતુ તે તમારા આખા શરીરને અનેક ઘાતક રોગોનો શિકાર બનાવે છે. તમાકુ અને નિકોટિન દરેક અંગને નુકસાન પહોંચાડે છે. અહીં સિગારેટ પીવાથી થતા કેટલાક ગંભીર રોગો અંગેની જાણકારી આપવામાં આવી છે.
ફેફસાનું કેન્સર: ફેફસાનું કેન્સર સૌથી વધુ લોકોને મારી નાખે છે અને 90 ટકા કેસ સ્મોકિંગ સાથે સંબંધિત છે. CDC અનુસાર, સ્મોકિંગ કરનારાઓમાં સ્મોકિંગ ન કરનારાઓ કરતાં આનું જોખમ 15-30 ગણું વધારે હોય છે. સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ જોખમ વધારે છે અને દર વર્ષે હજારો મૃત્યુ થાય છે.
ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ: COPD સંબંધિત 90 ટકા મૃત્યુ સ્મોકિંગને કારણે થાય છે. તે ફેફસાનો એક ગંભીર રોગ છે જે શ્વાસ લેવામાં મુશ્કેલી બનાવે છે અને મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ છે. બાળપણમાં સ્મોકિંગ ફેફસાના વિકાસને ધીમું કરે છે અને COPD નું જોખમ વધારે છે.
હૃદય રોગ: સ્મોકિંગ હૃદય રોગનું જોખમ ચાર ગણું વધારે છે. નિકોટિન હૃદયને ઓક્સિજનનો પુરવઠો ઘટાડે છે અને હૃદયના ધબકારા વધારે છે, જે હૃદય પર દબાણ લાવે છે. દેશમાં મૃત્યુનું મુખ્ય કારણ હૃદય રોગ છે જેમાં પાંચમાંથી એક મૃત્યુ સ્મોકિંગ સાથે સંબંધિત છે.
સ્ટ્રોક: સ્મોકિંગ સ્ટ્રોકનું જોખમ બમણું કરે છે. તે મગજમાં રક્ત પુરવઠાને અવરોધે છે, જે લકવો, બોલવામાં સમસ્યા અથવા મોત થઈ શકે છે. સ્ટ્રોક મૃત્યુનું પાંચમું મુખ્ય કારણ છે અને પુખ્ત વયના લોકોમાં વિકલાંગતાનું મુખ્ય પરિબળ પણ છે.
ઓર્ટિક એન્યૂરિઝમઃ એરોટા અથવા મહાધમની બૉડીની સૌથી મોટી બ્લસ વેસલ છે. સ્મોકિંગ કરનારા પુરુષોમાં એઓર્ટિક એન્યુરિઝમનું જોખમ વધારે હોય છે. આ એન્યુરિઝમ જીવલેણ હોઈ શકે છે કારણ કે તે રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે.
ઓરોફેરિન્જિલ કેન્સર: આ એક કેન્સર છે જે મોં અથવા ગળામાં શરૂ થાય છે. જોખમ કોઈ વ્યક્તિ કેટલું સ્મોકિંગ કરે છે અથવા તમાકુ ચાવે છે તેના પર આધાર રાખે છે. તે હોઠ, પેઢા, ગાલ અને વોઈસ બોક્સને અસર કરી શકે છે.
અન્નનળીનું કેન્સર: આ ગળાનું કેન્સર છે જેનું જોખમ સ્મોકિંગથી વધે છે. સ્ક્વૈમસ સેલ કાર્સિનોમા, જે સ્કિન અથવા ઓર્ગન્સની લાઇનિંગ પર થાય છે. તમાકુ અને આલ્કોહોલ સાથે સીધો સંબંધ ધરાવે છે.
મોતિયા: આ એક આંખની સ્થિતિ છે જેમાં લેન્સ ઓપેક બને છે અને દ્રષ્ટિ ગુમાવી દે છે. તે અંધત્વનું મુખ્ય કારણ છે અને સ્મોકિંગ તેને વિકસાવવાનું જોખમ વધારે છે.
ટાઈપ 2 ડાયાબિટીસ: ડાયાબિટીસના 90 ટકા કેસ ટાઈપ 2 છે અને સ્મોકિંગ તેનું સીધું કારણ છે. સ્મોકિંગ કરવાથી તે ડેવલપ થવાની શક્યતા 30-40 ટકા વધી જાય છે. સ્મોકિંગ ડાયાબિટીસની ગૂંચવણોમાં પણ વધારો કરે છે.
રુમેટોઇડ સંધિવા: ઘણા અભ્યાસો દર્શાવે છે કે સ્મોકિંગ રુમેટોઇડ સંધિવા થવાનું જોખમ વધારે છે. તે બળતરા, દુખાવો, વિકૃતિ અને સાંધામાં હલનચલનમાં મુશ્કેલીનું કારણ બને છે.
સડન ઈન્ફેન્ટ ડેથ સિડ્રોમ: આ સૂતી વખતે બાળકનું અસ્પષ્ટ મૃત્યુ છે. ગર્ભાવસ્થા દરમિયાન અથવા તે પહેલાં સ્મોકિંગ કરતી માતાઓના બાળકોમાં વધુ જોખમ હોય છે અને જો પિતા પણ સ્મોકિંગ કરે છે તો જોખમ વધુ વધે છે.
ઇરેક્ટાઇલ ડિસફંક્શન: ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે સ્મોકિંગ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું મુખ્ય કારણ છે. સ્મોકિંગ ધમનીઓમાં પ્લાક જમા કરે છે અને લોહીના પ્રવાહને અવરોધે છે, જેનાથી આ સ્થિતિનું જોખમ 60 ટકા સુધી વધી જાય છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને લાગુ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.