International Yoga Day:આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજકાલ યોગના અનેક ફોર્મ આવી ગયા છે. આવો જ એક સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ફોર્મ પણ છે.
સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગનો શું છે ફાયદો?
માઇગ્રેઇનથી પીડિત દર્દીઓ માટે આ યોગ રાહત આપનાર છે. ઉપરાંત આ યોગ કરવાથી મનને અસીમ શાંતિની અનુભૂતિ થશે. ડિપ્રેશનમાં પણ આ યોગ રામબાણ ઇલાજ છે. જે લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડિત હોય છે તેવા લોકો જો આ યોગ કરે તો તેમની અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે અને ઘસઘસાટ ગાઢ નિંદ્રા માણી શકે છે. સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગથી કેટલી માનસિક બીમારીથી હંમેશા માટે છૂટકારો મળે છે. 45 મિનિટ જો આ યોગ કરવામાં આવે તો માનસિક તણાવથી મુક્તિ મળે છે. વિદ્યાર્થી માટે પણ સાઉન્ડ એન્ડ વ્રાઇબ્રેશન યોગ ઉત્તમ છે. આ યોગથી મનની એકાગ્રતા વધે છે.
Weight Loss: સાંજના સમયે કરશો આ ભૂલ તો ક્યારે નહિ ઘટે આપનું વજન, જાણો નિષ્ણાતનો મત
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
જો આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા હો તો કોફી ચા વગેરેનું રાત્રે સેવન કરવાનું ટાળો. આ ડ્રિન્ક આપની ઊંઘમાં ખલેલ કરશે અને જેના કારણે વેઇટ લોસની પ્રક્રિયામાં અવરોધાશે. આપ હર્બલ ટી પી શકો છો.
મોડી રાત્રે ફ્રૂટસ ખાવાની આદત પણ છોડી દો. ફળોનું સેવન હંમેશા દિવસમાં કરવું જોઇએ. રાત્રે ફળોનું સેવન પાચન તંત્રની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
મોડી રાત સુધી જાગવાની આદતથી, ઊંઘની પેર્ટનને ખલેલ પહોંચે છે. જે હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. વેઇટ લોસ માટે નિયમિત 6થી7 કલાકની ગાઢ નિંદ્રા જરૂરી છે.
મોડી રાત્રે હાઇ કેલેરીયુક્ત અને વસાયુક્ત ફૂડ લેવાનું અવોઇડ કરો. તળેલી અને સ્પાઇસી ચીજ લેવાનું ટાળો ડિનરમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ પસંદ કરો.