ઋતુ શિયાળાની હોય કે પછી ઉનાળાની લેધની બેગ પર્સ કે આઉટફિટ દરેક વસ્તુ ખાસ સાર સંભાળ માંગી છે કારણ કે તે ખૂબ જ જલ્દી ખરાબ થઇ જાય છે.
આજે અમે આપને લેધરના પર્સ, બેગ, જેકેટ અને જૂતા ચંપલની કેવી રીતે સારસંભાળ લેવી તેની કારગર ટિપ્સ બતાવીશું. જો લેધરની વસ્તુમાં ખરાબ થઇ જાય કોઇ ડાધ લાગી જાય તો તેને સૂકા કપડાથી લૂછીને સવારના કુમળા તાપમાં હવા આવતી હોય તેવી જગ્યા પણ મૂકી દો.
લેધરની કોઇપણ આઇટમને આપ આકરા તાપમાં ન સૂકવો, આકરા તાપથી લેધરની વસ્તુ સંકોચાય જાય છે. એન્ટી સેપ્ટીક લિકવિડનો ઉપયોગ લેધર આઇટમ સાફ કરવા માટે કરી શકાય છે. આવુ કરવાથી બેક્ટેરિયા નથી થતાં.
લેધરની વસ્તુની ક્વોલિટી જાળવવા માટે તેને પોલિશ જરૂર કરો. લેધર જેકેટને ક્યારે પેક કરીને ન મૂકો પરંતુ હેગરમાં ટાંગની જ રાખો. જો આપની લેધર આઇટમમાં ફંગસ થઇ ગઇ હોય તો તેને તરત જ એન્ટીસેપ્ટિક લિકવિડથી સાફ કરો. લેઘરની વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર ન કરો તેને સમયાંતર બહાર કાઢો. લેધર શુઝ કે અન્ય વસ્તુઓને સ્ટોર કરતી વખતે સિલિકોન જેલના પાઉચ અવશ્ય મૂકો તેના કારણે તે લાંબા સમય સુધી ફ્રેશ જ રહે છે.
અબજોપતિ મુકેશ અંબાણી ભારતની બહાર આ દેશમાં ફેમિલી ઓફિસ ખોલવા જઈ રહ્યા છે
Mukesh Ambani New Office: એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે સિંગાપોરમાં પોતાની ફેમિલી ઓફિસ ખોલવા જઈ રહ્યા છે. બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર, આ સમાચાર સાથે સંબંધિત લોકોએ આ માહિતી આપી છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સિંગાપોરમાં સ્થાન પસંદ કર્યું
આ લોકોનું કહેવું છે કે મુકેશ અંબાણીએ તેમની નવી સંસ્થા માટે એક મેનેજરની પસંદગી કરી છે, જે આ ઓફિસ માટે સ્ટાફને રાખશે અને તેને ચલાવશે. આ મામલો ખાનગી હોવાથી આ લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સિંગાપોરમાં તેમના પરિવારની ઓફિસ માટે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ પસંદ કરવામાં આવી છે જ્યાં અંબાણી પરિવારની ઓફિસ રાખવામાં આવશે.
સિંગાપોરમાં વૈશ્વિક અમીરોની સંખ્યા વધી રહી છે - આ કારણ છે
સિંગાપોરમાં ટેક્સના દર વધી શકે છે
જોકે, સિંગાપોરને બિઝનેસ હબ બનાવવા માટે વૈશ્વિક અમીરોના પ્રયાસો બાદ અહીં કાર, મકાન અને અન્ય ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. સિંગાપોરના નાયબ વડા પ્રધાન, લોરેન્સ વોંગે ઓગસ્ટમાં એક મુલાકાતમાં સંકેત આપ્યો હતો કે અમીરોને અહીં સ્થાયી થવા માટે ઊંચા કરનો સામનો કરવો પડી શકે છે, જે સિંગાપોરમાં સમાવેશી વૃદ્ધિ તરફ દોરી શકે છે.