High Cholesterol: કોલેસ્ટ્રોલ શું હોય છે, શરીરમાં તેની કેમ જરૂર છે, એ કેવી રીતે વધી જાય છે. તો હાઇકોલેસ્ટ્રોલથી શું સમસ્યા થાય છે, તેમજ તેનાથી બચવા માટે શું ઉપાય કરવા જોઇએ જાણીએ...


શરીરની અંદર ચૂપચાપ અને ધીમી ગતિએ વધતી બીમારીમાંથી એક છે હાઇકોલેસ્ટ્રોલ.કેન્સર જેવી જીવલેણ બીમારીની સાથે આ બીમારી સાથે ઝઝુમવું પણ સરળ નથી.  સૌથી પહેલા એ જાણી લો કે કોલેસ્ટ્રોલ શું હોય છે. આ એક એવું ગાઢ દ્રવ્ય છે.જે બ્લડ સાથે મિક્સ થઇ જાય છે અને તે સંબંધિત બીમારીનું કારણ પણ બને છે.


કોલેસ્ટોલ વધવાનું કારણ



  • ઓઇલી, સુગરયુક્ત, વસાયુક્ત ડાયટના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે.

  • જે લોકોનું જીવન બેઠાડું છે સીટીગ જોબ છે એવા લોકો કે છે, એક્સરસાઇઝ નથી કરતા, તેવા લોકોમાં પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે.

  • વજનનું વધી જવું પણ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બની શકે છે.

  • જે લોકો ચેન સ્મોકર હોય અને વધુ નશો કરે છે એવા લોકોમાં પણ હાઇકોલેસ્ટ્રોલની સમસ્યા સર્જાય છે.

  • જો કે હાઇ કોલેસ્ટ્રોલનું વધવું એક જેનેટિક કંડીશન પણ હોઇ શકે છે. એટલા વારસાગત સમસ્યા પણ આ હોઇ શકે છે. એટલે કે પરિવારમાં કોઇને આ બીમારી હોય તો આપને પણ થઇ શકે છે.

  • હાઇકોલેસ્ટ્રોલના લક્ષણો

  • આપની સ્કિનનનો રંગ પીળો કે હળવો વાદળી થઇ શકે છે.

  • પગમાં એક પગના તાપમાનની તુલનામાં બીજા પગનું તાપમાન વધુ હોવું

  • શરીરના અમુક અંગોમાં ચુભન થાય છે.

  • નખ વધવાની સ્પીડ એકદમ ઘટી જવી

  • વાળનો ગ્રોથ પણ ખૂબ જ ઓછો થઇ રહ્યો છે.


હાઇકોલેસ્ટ્રોલથી બચવા માટે શું કરશો ?



  • આ સમસ્યાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે, તમે તમારા જીવનમાં ત્રણ કામ પૂર્ણ નિષ્ઠાથી કરો અને કોઈ પણ સંકોચ ન રાખો. ઉદાહરણ તરીકે, હેલ્ધી ફૂડ ખાઓ અને  મેંદાનું સેવન  ઓછું કરો.

  • દરરોજ એક્સરસાઇઝ અવશ્ય કરો. ઓછામાં ઓછી 45 મિનિટ રોજ એક્સરસાઇઝ કરો

  • વોકિંગને રૂટીનમાં સામેલ કરો, જેનાથી પણ હાઇકોલેસ્ટ્રોલની સમસ્યાથી બચી શકાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.