Home Remdy For Heartburn: છાતીમાં બળતરા અને એસિડિટી આજે ​​સૌથી સામાન્ય રોગો છે. આનાથી બચવા માટે મોટાભાગના લોકો દવાઓનો ઉપયોગ કરે છે, જે થોડા સમય માટે રાહત આપે છે, પરંતુ થોડા કલાકો પછી આ દવાઓની ફરીથી જરૂર પડે છે. કારણકે બળતરા અને એસિડિટી પાછી આવે છે. આ સમસ્યાથી બચવા માટે શુદ્ધ દેશી ઉપાય છે આમળા પાવડર. તેની અસર પણ તમે પહેલી વારથી જ જોશો. તેનું સેવન કરવું ખૂબ જ સરળ છે, તેથી તેના સ્વાદ વિશે ચિંતા કરશો નહીં. અમે સરળ પદ્ધતિ લઈને આવ્યા છીએ.


તાત્કાલિક રાહત મેળવો


છાતીમાં બળતરા થતી હોય અથવા પેટમાં ગરમીની સમસ્યા હોય તો આમળા પાવડર આ બંને સમસ્યાઓથી છૂટકારો મેળવવા  માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમારી બળતરાને તરત જ શાંત કરે છે અને તમને થોડી જ સેકન્ડોમાં આરામ આપે છે. આમળા એક એવું ફળ છે, જેનો ઉપયોગ વર્ષના દરેક દિવસે અને દરેક ઋતુમાં કરી શકાય છે. તે હંમેશા શરીરને ફાયદો કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે.


આ રીતે કરો ઉપયોગ



  • આમળાના પાઉડરનું સેવન કરવા માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 1 ચમચી આમળા પાઉડર પલાળી દો.

  • સૌથી પહેલા સવારે ઉઠ્યા બાદ આ પાણીને ગાળીને ધીમે-ધીમે પીવો. તમે તમારી છાતીમાં બળતરામાં રાહત અનુભવશો અને પેટની ગરમી શાંત થઈ જશે.

  • આ રીતથી રોજ આમળા પાવડરનું સેવન કરો. તમારી છાતીમાં થતી બળતરા સંપૂર્ણપણે ઠીક ગઈ હોય તો પણ સેવન કરો. કારણકે સવારે ખાલી પેટ આમળાનું પાણી પીવાથી તમારું શરીર સ્વસ્થ બને છે. પાચન સારું થાય છે. ગેસની સમસ્યા દૂર થાય છે અને દિવસભર શરીરમાં એનર્જી બની રહે છે.


Disclaimer:  એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.


આ પણ વાંચોઃ ICAI  CA Result: સુરતની વિદ્યાર્થીની સીએ ફાઇનલમાં દેશમાં આવી પ્રથમ ક્રમે, બનાવ્યો આ રેકોર્ડ


UP Elections 2022: પ્રથમ તબક્કામાં કેટલું થયું મતદાન ? 58 સીટ પર 623 ઉમેદવારોનું ભાવિ EVM સીલ


Covid-19ની પ્રથમ સ્વદેશી mRNA વેક્સિન ક્યારે આવશે ? જાણો નીતિ આયોગના ડૉ. વી.કે.પોલે શું કહ્યું