UP Election 2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી-2022ની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ તબક્કા હેઠળ ગુરુવારે રાજ્યના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદાન મથકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી.


પ્રથમ તબક્કામાં શામલી, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, બુલંદશહેર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લાની વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર કુલ 623 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે. આ તંમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​બંધ થઈ ગયું હતું. કોની જીત થશે અને કોની હાર થશે તે 10 માર્ચે નક્કી થશે.


58% મતદાન


સાંજે 6 વાગ્યા સુધી 58 વિધાનસભા સીટો પર 58.25 ટકા મતદાન નોંધાયું હતું. કૈરાનામાં સૌથી વધુ મતદાન થયું હતું. 65.3% મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન સાહિબાબાદમાં થયું હતું. અહીં 38% મતદાન થયું હતું.


કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?



  • આગ્રા - 58.02 ટકા

  • અલીગઢ - 57.25%

  • બાગપત-61.25 ટકા

  • બુલંદશહર - 60.57 ટકા

  • ગૌતમ બુદ્ધ નગર - 53.48 ટકા

  • ગાઝિયાબાદ - 52.43 ટકા

  • હાપુર - 60.53 ટકા

  • મથુરા - 59.34 ટકા

  • મેરઠ - 58.97 ટકા

  • મુઝફ્ફરનગર - 62.09 ટકા

  • શામલી - 66.14%


106 વર્ષીય મહિલાએ મતદાન કર્યું


યુવાનોથી લઈને વડીલોએ મતદાનમાં ભાગ લીધો હતો. મુઝફ્ફરનગરના એક મતદાન મથક પર 106 વર્ષીય મહિલાએ મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કહ્યું કે મેં વિકાસ અને સુરક્ષા માટે મત આપ્યો છે.







2017ની ચૂંટણીમાં ભાજપે 53 બેઠકો જીતી હતી.


2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ 58માંથી 53 બેઠકો જીતી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને બે-બે બેઠકો મળી હતી. આ સિવાય એક સીટ આરએલડીના ફાળે ગઈ.


યોગી સરકારના આ મંત્રીઓનું ભાવિ EVMમાં બંધ  


રાજ્ય સરકારના મંત્રીઓ શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંહ, કપિલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નારાયણ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં હતા. તેમનું નસીબ ઈવીએમમાં ​​બંધ છે.